હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જૂનાગઢમાં વોંકળા પરનો સ્લેબ ધરાશાયી, કોઈ જાનહાનિ નહિ
ઝાંઝરડા રોડ પરના બાબા કોમ્પ્લેક્સ પાછળની ઘટનાઃ ભારે વાહનો માટે ઉબેણ નદી ઉપરથી અવરજવરનો પ્રતિબંધ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૨ :.. જૂનાગઢમાં વોંકળા પરનો સ્લેબ રાત્રિના સમયે ધરાશાયી થઈ ગયો હતો સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
જુનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલ બાબા કોમ્પ્લેક્સ પાછળથી વોંકળો પસાર થાય છે. આ વોંકળા પરનો સ્લેબનો અમુક ભાગ બેસી ગયો હતો. વોંકળા પરનો સ્લેબનો તૂટી પડવાની ઘટના રાત્રિના બની હોય જેથી કોઈ પ્રકારની જાનહાની થઈ ન હતી. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે મનપા તંત્ર દ્વારા સર્વે કરાવી જ્યાં વોકળા પરના પુલ કે સ્લેબ જર્જરીત હોય ત્યાં તેનું તાત્કાલિક મરામત કરાવવું જોઈએ એવી માગણી ઉઠી છે. દરમિયાનમાં બ્રિજ દુર્ઘટનામાં ૧૮ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ રાજ્યભરમાં બ્રિજની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
જુનાગઢ જિલ્લામાં સ્ટેટ માર્ગ મકાન વિભાગ હસ્તકના બ્રિજની તપાસ દરમિયાન ધંધુસર અને ભેસાણની ઉબેણ નદીનો બ્રિજ જોખમી હોવાથી ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને બંને બ્રિજ પર ભારે વાહનો નહીં ચલાવવા માટે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. (તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
