<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આસપાસ ગોમતીઘાટ સુદામા સેતુ અને જોધાભા માણેકચોક સુધીના રસ્તાઓ ઉપર વાહનોના પાર્કિંગ માટે દ્વારકાના પ્રાંત ઓફિસર આમોલ આમતે અને ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા પ્રતિબંધ

ટૂંક સમયમાં દ્વારકાધીશ મંદિર આસપાસ ના 100 મીટર વિસ્તારમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરિડોર બનાવી યાત્રિકોની સુવિધા માટે વિશેષ રૂપે કામગીરી કરનાર હોવાથી ઉપરોક્ત કામગીરી વધુ ઉપયોગી બનશે

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૨ : દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આસપાસ ગોમતીઘાટ સુદામા સેતુ અને જોધાભા માણેકચોક સુધીના રસ્તાઓ ઉપર વાહનોના પાર્કિંગ માટે દ્વારકાના પ્રાંત ઓફિસર આમોલ આમતે અને ડીવાયએસપી સાગર રાઠોડ વાહનોના પાર્કિંગ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે અને વાહન ચાલકોને લોકોએ સહકાર આપવા અપીલ કરી છે.

      દ્વારકાના હાથી ગેટથી એટલે કે ધીરુભાઈ અંબાણી માર્ગ ઉપરના મંદિર સુધીના રસ્તાને જોડતા આવેલી હોટલો અને યાત્રિકોએ તેમના વાહનો હાથી ગેટ પાસે આવેલ પાર્કિંગમાં રાખવા કડક સૂચના કરી છે અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં જ આ અધિકારીઓએ ગોમતીઘાટ રોડ ઉપર આવેલ અને શહેરના કેટલાક વિસ્તારોમાં જય દ્વારકાધીશ મંદિરને જોડતા રસ્તાઓ છે ત્યાં લારી ગલ્લા અને પથારો કરી બેસતા લોકોને ખસેડેલ છે જેનાથી ને મંદિર આસપાસની ટ્રાફિક સમસ્યા ખૂબ જ હળવી બની ગઈ હોય પરંતુ વાહનોના પ્રવેશને પણ હવે બંધ કરાતા મંદિર આસપાસની ટ્રાફિક સમસ્યા ખૂબ જ સરળ બનશે અત્રે એ પણ નોંધનીય છે કે ટૂંક સમયમાં દ્વારકાધીશ મંદિર આસપાસ ના 100 મીટર વિસ્તારમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરિડોર બનાવી યાત્રિકોની સુવિધા માટે વિશેષ રૂપે કામગીરી કરનાર હોય જેના ભાગરૂપે પણ ઉપરોક્ત કામગીરી વધુ ઉપયોગી બનશે આમ પણ જોઈએ તો દ્વારકાધીશના દર્શન માટે હવે વિક એન્ડ ના બદલે રોજિંદો ટ્રાફિક થઈ ગયો છે જૂના કારણે યાત્રિકોને ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મુશ્કેલી સમાન બની હતી દ્વારકાના ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે થયેલી આ વ્યવસ્થાથી દ્વારકા વાસીઓને યાત્રિકોમાં ખૂબ જ આનંદની લાગણી પ્રસરી છે દ્વારકાધીશ મંદિર આસપાસ આવેલ નિવાસ હોટેલ સંચાલકોને પણ માત્ર યાત્રિકોને હોટલો સુધી લઈ જવા માટે વ્યવસ્થા કરાશે પરંતુ બાદમાં વાહનોના પાર્કિંગ હાથી ગેટના પાર્કિંગમાં રાખવા સૂચના કરાય છે (તસ્વીર:દીપેશ સામાણી-દ્વારકા)

(12:00 PM IST)