News of Saturday, 12th July 2025
ગોંડલ-સુલતાનપુર પોલીસ દ્વારા પકડાયેલ વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવાયું

રાજકોટઃ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના મુજબ ગોંડલ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા તથા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ રાહુલ ગમારાની રાહબરી તેમજ માર્ગદશન હેઠળ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.આર.ગોહિલ તથા સુલતાનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર જે.એ. ખાચર તથા નશાબંધી અને આબકારી અધિકારી રાજકોટ તથા સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે ગોંડલ સીટી પો.સ્ટે. તેમજ સુલતાનપુર પો.સ્ટે.મા પકડાયેલ ઇંગ્લીશ દારૂની શીલબંધ બોટલ કુલ નંગ ૫૩૫ કુલ કી.રૂ. ૩,૩૧,૮૭૧/- નો શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખરાબાની જગ્યામા રોલ ફેરવી નાશ કરવામા આવેલ હતો.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
