<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

પાટડીમાં વજન ભરેલી ટ્રક મહાજન ટ્રસ્‍ટની બે દુકાનોમાં ઘૂસી જતાં નૂકસાન

 

વઢવાણ,તા.૧૨: પાટડી શહેરમાં કલાડા દરવાજા નજીક રબારી વાસના નાકા પાસે આવેલી મહાજન ટ્રસ્‍ટની બે દુકાનોમાં વજન ભરેલી ટ્રક ઘૂસી જતાં મોટું નુકશાન થયું છે. વહેલી સવારે બનેલા આ અકસ્‍માતમાં ટ્રક ચાલકે સ્‍ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. ટ્રસ્‍ટની આ બે દુકાનો હિમાંશુભાઈ પ્રમુખભાઈ પરીખ અને ખુમાભાઈ નરસંગભાઈ છાયાણીને ભાડે આપવામાં આવી હતી. અકસ્‍માતને પગલે બંને દુકાનોને નોંધપાત્ર નુકશાન થયું છે.

મેશ્રી મહાજન ટ્રસ્‍ટના પ્રમુખ જસવંતભાઈ નાનુભાઈ પટેલે ટ્રસ્‍ટ સાથે જોડાયેલા મુકેશભાઈ દેસાઈ સાથે મળીને પાટડી પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.  તપાસ બી.બી.જાડેજા કરી રહ્યા છે.

એક અન્‍ય ઘટનામાં, પાટડી તાલુકાના કઠાડા અને જૈનાબાદ વચ્‍ચે એક કાર અકસ્‍માતગ્રસ્‍ત થઈ હતી. રસ્‍તા પર અચાનક સાપ આવતા તેને બચાવવા જતાં ડ્રાઈવરે સ્‍ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્‍યો હતો. કાર ખાઈમાં પલટી મારી ગઈ હતી.

કારમાં સવાર એક વળદ્ધાને ઈજાઓ થતાં તેમને ૧૦૮ મારફતે પાટડીની સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. સદભાગ્‍યે આ અકસ્‍માતમાં કોઈ જાનહાની થઈ નથી.

(12:13 PM IST)