તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
અમરેલીના ધારી અને બગસરા સહિત ગ્રામ્યમાં જામ્યો વરસાદી માહોલ : 5 દિવસના વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી
બપોર બાદ વરસાદના ઝાપટાઓની શરૂઆત: વરસાદી ઝાપટું પડતા જ રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા

અમરેલીના બગસરા શહેરમાં 5 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. બગસરા સહિત ગ્રામ્યમાં જામ્યો વરસાદી માહોલ જામ્યો છે. 5 દિવસના વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને આંશિક રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે.
અમરેલી જિલ્લાના ધારી તેમજ આજુબાજુના ગામોમા વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ વરસાદના ઝાપટાઓની શરૂઆત થઇ ગઇ છે. વરસાદી ઝાપટું પડતા જ રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા છે. વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી છે અને ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત રૂપે વરસાદી ઝાપટા પડ્યા છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
