તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
ભાવનગરના ગારીયાધારમાં ધોધમાર વરસાદ : ચોતરફ પાણી પાણી
નીચાણવાળા મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

ભાવનગર : બપોર બાદ ગોહિલવાડના વાતવરણમાં પલટો આવ્યો હતો . ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડતાં ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. ગારીયાધાર શહેરમાં નીચાણવાળા મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. પચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ, વાવ દરવાજા, રાજપૂત વાડી, વાવ દરવાજા, રુપાવટી રોડ સહિતના વિસ્તારોમાં રોડ પાણીમાં ગરકાવ થયા હતા.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
