તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
ભાવનગરના વલ્લભીપુરમાં એક સાથે 57 શખ્સોને લોક અદાલતમાં જેલની સજા કરાઈ
નશાખોરોએ ગુનાની કબૂલાત કરતા 3 દિવસ માટે ભાવનગર જેલમાં ખસેડાયા

ભાવનગર : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના નિર્દેશાનુસાર તેમજ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ તેમજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ એ.વાય.કોગજેના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શનિવાર, 12 જુલાઇ, 2025ના રોજ ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યભરની વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ગુજરાતની દરેક કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરની વાત કરવામાં આવે તો લોક અદાલતમાં 57 શખ્સોને જેલની સજા ફટકારવામાં આવી છે. વલ્લભીપુરમાં એક સાથે 57 શખ્સોને લોક અદાલતમાં જેલની સજા કરાઈ છે.
મળતી માહિતી મુજબ, જૂના કેસ રાષ્ટ્રીય લોક અદાલતમાં જતા નશાખોરોએ ગુનાની કબૂલાત કરી હતી. નશાખોરોએ ગુનાની કબૂલાત કરતા 3 દિવસ માટે ભાવનગર જેલમાં ખસેડાયા છે. એક સાથે 57 શખ્સોને નશાખોરીના ગુનામાં 3 દિવસની તત્કાલ જેલની સજા કરવામાં આવી છે. ગુજરાતનાં ઇતિહાસમાં પ્રથમ વખત આ ચુકાદો કહી શકાય ...તમામ નશાખોરને 3 દિવસની સજા ભોગવવા ભાવનગર જિલ્લા જેલમાં ધકેલાયા છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
