News of Saturday, 12th July 2025
માળીયા મિયાણાના પોલીસ કોન્સ્ટેબલ રાયમલ સીયાળ અને વચેટીયો એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફરીયાદી ઉપર ખોટા કેસ નહીં કરવા તેમજ હેરાન નહીં કરવા એક લાખની લાંચ માંગી હતી :હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવી ઝડપી લેવાયા

માળીયા મિયાણાના પોલીસ કોન્સ્ટેબલ રાયમલભાઇ નાનજીભાઇ સીયાળ અને સાગરીત ગુલામ રસુલ હૈદરભાઇ જામ એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે ફરીયાદી ઉપર ખોટા કેસ નહીં કરવા તેમજ હેરાન નહીં કરવા ફરીયાદી પાસે રૂા.૧,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી અને સાગરીતને આપી દેવા જણાવ્યું હતું
ફરિયાદીએ સુરેન્દ્રનગર એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતા હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવી ઝડપી લેવાયા હતા
ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ સુરેન્દ્રનગર એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી ગુલામ રસુલ હૈદરભાઇ જામએ પોલીસ કોન્સ્ટેબલ વતી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર લાંચના નાણાં રૂ.૧,૦૦,૦૦૦ સ્વીકારી બંન્ને આરોપીઓએ ગુન્હો આચરવામાં એકબીજાને મદદગારી કરી સ્થળ ઉપર આરોપી ગુલામ રસુલ હૈદરભાઇ જામ પકડાઇ ગયો હતો
ટ્રેપીંગ અધિકારી તરીકે એમ.એમ.લાલીવાલા,પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. પો.સ્ટે.સુરેન્દ્રનગર તથા સ્ટાફ રહ્યો હતો જયારે સુપરવિઝન અધિકારી તરીકે કે.એચ.ગોહિલ, ઈ.ચા.મદદનીશ નિયામક, એ.સી.બી રાજકોટ એકમ રહ્યા હતા
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
