તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
મોરબીમાં ત્રણ સ્થળે દારૂની રેડ : દેશી-ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા.
મોરબીના ગોકુલનગરના રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો જપ્ત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ગોકુલનગરના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે રૂ ૩૬૦૦ ની કિમતની ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે ગોકુલનગર શેરી નં ૭ ના રહેણાંક મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની ૧૨ બોટલ કીમત રૂ ૩૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી હિમાલય ઉર્ફે લાલો જગદીશ નકુમને ઝડપી લઈને પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના રાજપર નજીક દેશી દારૂની હેરાફેરી કરનાર બે ઝડપાયા, કાર સહીત ૨.૩૫ લાખનો મુદામાલ જપ્ત
રાજપર ગામ નજીકથી કારમાં દેશી દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે દેશી દારૂ અને કાર સહીત કુલ રૂ ૨.૩૫ લાખનો મુદામાલ કબજે લીધો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજપર ગામની સીમમાં શનાળાથી રાજપર જતા રોડ પરથી સ્વીફ્ટ કાર જીજે ૩૬ એસી ૭૦૨૧ વાળીને રોકી તલાશી લેતા ૧૭૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે ૩૫ હજારનો દેશી દારૂ અને કાર કીમત રૂ ૨ લાખ મળીને રૂ ૨,૩૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ભરત રમેશ બાટ્ટી અને સેઝાદ મુરાદ સોઢા એમ બે ઇસમોને ઝડપી લીધા છે
મોરબીના વિજયનગરના રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો જપ્ત, આરોપીની શોધખોળ
મોરબીના વિજયનગરના રહેણાંક મકાનમાં દરોડો કરી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલનો જથ્થો કબજે લીધો છે અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વિજયનગર શેરી નં ૨ માં રહેતા આરોપી અસ્પાક માણેકના મકાનમાં દરોડો કર્યો હતો આરોપીના મકાનમાંથી દારૂની ૬૦ બોટલ કીમત રૂ ૮૪, ૦૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી અસ્પાક ઉર્ફે ફતો ઈસ્માઈલ માણેક હાજર મળી આવ્યો ના હતો જેથી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
