<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

મોરબી ઉંચી માંડલ નજીક પુરપાટ જતી થારની હડફેટે ચડી ગયેલ પાંચ પૈકી ત્રણ ભેંસના મોત.

મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ઉંચી માંડલ ગામ નજીક થાર ગાડીના ચાલકે પુરઝડપે ચલાવી માલિકીની પાંચ ભેંસોને હડફેટે લીધી હતી જે પાંચમાંથી ત્રણ ભેંસના મોત થયા હતા અને બે ભેંસને ગંભીર ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    મોરબીના ઉંચી માંડલ ગામના રહેવાસી લખમણભાઈ બુટાભાઈ કાટોડીયા (ઉ.વ.૫૫) વાળાએ આરોપી મહિન્દ્રા થાર જીજે ૩૬ એજે ૮૨૨૬ ના ચાલક દાનાભાઈ રાતડીયા (રહે વાંકળા તા મોરબી વાળા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે થાર કારના ચાલક દાનાભાઈ રાતડીયાએ પોતાની કાર પુરઝડપે ચલાવી મોરબી હળવદ હાઈવે પર ઉંચી માંડલ ગામની સીમમાં ફરિયાદીના માલિકીના પાંચ પશુ જીવ ભેંસોને હડફેટે લીધી હતી જેમાં ત્રણ ભેંસ કીમત રૂ ૧,૫૦,૦૦૦ ના મોત થયા હતા અને બે ભેંસને ગંભીર ઈજા પહોંચાડી હતી પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી

 

(10:37 PM IST)