તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
ટંકારા ચકચારી લૂંટ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો: રૂ ૨ લાખની રોકડ રકમ રીકવર
અગાઉ પાંચ આરોપીને ઝડપી લેવામાં પોલીસને મળી છે સફળતા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ટંકારા નજીક રાજકોટ આગંડિયા પેઢીના માલિકની કારણે આંતરી લઈને રૂ ૯૦ લાખની રોકડની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થયા હતા જે લૂંટના ગુનામાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી લઈને રૂ ૨ લાખની રોકડ રીકવર કરી છે
ગત તા ૨૧-૦૫ ના રોજ રાજકોટના રહેવાસી નીલેશભાઈ ભાલોડી તેના ડ્રાઈવર સાથે ટી એન્ટરપ્રાઈઝ આંગડીયા પેઢીના રોકડા રૂપિયા લઈને મોરબી આવતા હતા ત્યારે કારને આંતરી લઈને બે કારમાં આવેલ ઇસમોએ રૂ ૯૦ લાખની લૂંટ ધાડ કરી નાસી ગયા હતા ટંકારા પોલીસે સાતેક અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે ગુનામાં આરોપી અભી લાલાભાઈ અલગોતર અને અભિજિત ભાવેશ ભાર્ગવ રહે બંને ભાવનગર વાળા સાથે ફોકસવેગન કાર જીજે ૦૧ આરઈ ૭૫૭૮ વાળીમાં ત્રીજો ઇસમ નીકુલ કાનાભાઈ અલગોતર( રહે ભાવનગર વાળો) ગુનો આચર્યા બાદ નાસી ગયો હતો જે આરોપી વાંકાનેર બાઉન્ડ્રી ખાતે હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને આરોપી નીકુલ કાના અલગોતરને ઝડપી લઈને લૂંટમાં ગયેલ રોકડ પૈકી રૂ ૨ લાખ રીકવર કર્યા છે આરોપીને કોર્ટમાં રજુ કરતા સાત દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે જે રિમાન્ડ દરમિયાન આરોપી બનાવ બાદ જુદી જુદી જગ્યાએ રોકાયેલ હતો તે દિશામાં તપાસ ચલાવાશે
અગાઉ પાંચ આરોપીને ઝડપી લેવામાં પોલીસને મળી છે સફળતા
ચકચારી લૂંટના ગુનામાં પોલીસે અગાઉ આરોપી અભિજિત ભાવેશ ભાર્ગવ, અભી લાલભાઈ અલગોતર( રહે બંને ભાવનગર) દિગ્વિજય અમરશી ઢેઢી (રહે ટંકારા મોરબી), હિતેશ પાંચા ચાવડા (રહે સાંજણાસર જી ભાવનગર ) અને મેહુલ ધીરૂ બલદાણીયા ઉર્ફે કાનો આહીર (રહે સુરત) એમ પાંચ આરોપીને ઝડપી લીધા હતા.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
