<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

મોરબીના રાજપર ગામેં દેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝબ્બે.

આરોપીના કબ્જામાંથી 175 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 35 હજાર મળી આવતા 2 લાખની સ્વીફ્ટ કાર કબ્જે કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી તાલુકા પોલીસે રાજપર – શનાળા રોડ ઉપર રાજપર ગામની સીમમાં બાતમીને આધારે દરોડો પાડી જીજે – 36 – એસી – 7021 નંબરની સ્વીફ્ટ કારને અટકાવી તલાશી લેતા કાર ચાલક ભરતભાઇ રમેશભાઈ બાટી( રહે.લીલાપર રોડ ખડીયાવાસ મોરબી ) અને આરોપી સેઝાદ મુરાદભાઈ સોઢા (રહે.જીરાગઢ તા.જોડિયા વાળા) ના કબ્જામાંથી 175 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 35 હજાર મળી આવતા 2 લાખની સ્વીફ્ટ કાર કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી

(12:34 AM IST)