News of Sunday, 13th July 2025
પોરબંદર LCB નો સપાટો : કુતિયાણાના અમર ગામમાંથી જુગારધામ ઝડપાયું, ૬૨,૭૦૦/- રોકડા સાથે ૬ શખ્સો પકડાયા!
ખેતરમાં ચાલતા રોનપોલીસ જુગાર પર એલ.સી.બી.નો દરોડો : જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને પોરબંદર પોલીસ અધિક્ષકની સૂચના બાદ LCB ની સક્રિય કામગીરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર : પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કુતિયાણા તાલુકાના અમર ગામની સીમમાંથી જુગારધારા હેઠળનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. LCB એ રેડ પાડીને ૬ જુગારીઓને કુલ ૬૨,૭૦૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, LCB ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયા તથા LCB સ્ટાફના માણસો કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
પેટ્રોલિંગ દરમિયાન, ASI બટુકભાઇ વિંઝુડા અને PC નટવરભાઇ ઓડેદરાને ખાનગી હકીકત મળી હતી કે, કુતિયાણા તાલુકાના અમર ગામની આઘા ખેતરુની સીમમાં ભીમા રાજસીભાઇ મોઢવાડીયા પોતાની વાડીના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારુ નાલ ઉઘરાવી ગંજીપત્તાના પાના વડે 'રોનપોલીસ' નામનો હારજીતનો જુગાર રમાડી રહ્યા છે.
આ હકીકતને આધારે, LCB ની ટીમે તાત્કાલિક સ્થળ પર જઈને તપાસ કરતા જુગાર ચાલુ હોવાનું જણાયું હતું. જેથી ટીમે તરત જ રેડ પાડી જુગાર રમતા કુલ ૦૬ ઇસમોને ગંજીપત્તાના પાના નંગ-૫૨, રોકડા રૂપિયા ૬૨,૭૦૦/- અને એક પાથરણું મળી કુલ ૬૨,૭૦૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આ મામલે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ મુદ્દામાલ:
* રોકડા રૂપિયા: ૬૨,૭૦૦/-
* ગંજીપત્તાના પાના: ૫૨ નંગ
* પાથરણું: ૧ (કિંમત ૦૦/૦૦)
પકડાયેલા આરોપીઓ:
૧. ભીમા રાજસીભાઇ મોઢવાડીયા (ઉં.વ. ૫૮, રહે. અમર ગામ, આઘા ખેતરૂની સીમ વાડીએ, તા. કુતિયાણા, જિ. પોરબંદર)
૨. નાથા નાગાભાઇ ઓડેદરા (ઉં.વ. ૪૫, રહે. હોળી ચકલા, રાણાવાવ, જિ. પોરબંદર)
૩. અલારખા મામદ પઢીયાર (ઉં.વ. ૪૪, રહે. જુમ્મામજીદ રોડ, રાણાવાવ, જિ. પોરબંદર)
૪. નાગાજણ વિરમભાઇ ખુંટી (ઉં.વ. ૪૦, રહે. બોખીરા, તુંબડા હનુમાન મંદિર પાસે, પોરબંદર)
૫. રમેશ વાલજીભાઇ મોકરીયા (ઉં.વ. ૫૩, રહે. ભોરાસર સીમ, રાણાવાવ, જિ. પોરબંદર)
૬. જગદીશ દેવજીભાઇ જાદવ (ઉં.વ. ૫૮, રહે. આશાપુરા ચોક, રાણાવાવ, જિ. પોરબંદર)
આ કામગીરીમાં LCB ઇન્ચાર્જ PI આર.કે. કાંબરીયા, ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, HC ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, WHC નાથીબેન કુછડીયા, PC નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. PC રોહિતભાઇ વસાવા સહિતના સ્ટાફે ભાગ લીધો હતો.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
