<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

મોરબીમાં ઘર બહાર પડેલ બુટ ચપ્પલ ચોરી કરતી ટોળકી સક્રિય : બુકાનીધારી ઇસમો CCTV માં કેદ

જુતા ચોરીનો બનાવ હોવાથી આ મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી.

મોરબીમાં ઘર બહાર પડેલ બુટ ચપ્પલ ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે.  ફ્લેટની બહાર પડેલ બુટ ચપ્પલ ચોરી કરતા બુકાનીધારી ઇસમો CCTV માં કેદ થયા છે. બંને શખ્શો જાણે બ્રાન્ડ જોઈને જુતા ચોરી કરતા હોય તેવા દૃશ્યો CCTV માં કેદ થયા છે. ઉમા ટાઉનશિપમાં આવેલ ફ્લેટમાં બનાવ બન્યો હતો  જો કે જુતા ચોરીનો બનાવ હોવાથી આ મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ અનોખા ચોરને લઈને સમગ્ર વિસ્તારમાં રમુજ ફેલાઈ છે.

(5:10 PM IST)