News of Sunday, 13th July 2025
દ્વારકામાં VIP દર્શનની વ્યવસ્થા નથી :મંદિર ટ્રસ્ટનો ખુલાસો:ભક્તોને આપી જરૂરી સલાહ
કોઈ ભ્રામક એપ, ચેનલ, કે મોબાઈલ નંબર પર ભરોસો કરવો નહીં: મંદિર દર્શન માટે કોઈ પણ પ્રકારની નાણાકીય વ્યવહાર કરવો નહીં.

યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગત મંદિર સહિત દેશના પ્રમુખ મંદિરોમાં પૈસા લઈ વીઆઈપી દર્શન કરાવી આપવાનો કથિત ઓડિયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો ત્યારબાદ સ્થાનિક તીર્થ પુરોહિતોમાં રોષવ્યાપી ગયો હતો અને દ્વારકા sdm તેમજ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હરિ ઓમ એપ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું ત્યારબાદ દ્વારકાધીશ જગત મંદિર વહીવટદાર હિમાંશુ ચૌહાણ દ્વારા કોઈ ભ્રામક એપ, ચેનલ, કે મોબાઈલ નંબર પર ભરોસો ન કરવા જણાવાયુ હતું અને દ્વારકાધીશ જગત મંદિર વહીવટદાર સમિતિનાં ઓફિસિયલ નંબર નામ અને બારકોડ શેર કરવામાં આવ્યા
મંદિર સંબંધિત સાચી માહિતી ફક્ત અધિકૃત વેબસાઈટ www.dwarkadhishji.org પર જ ઉપલબ્ધ છે. મંદિરના અધિકૃત વોટ્સએપ નંબર 9215914080 અને બારકોડ દ્વારા સ્કેન કરી યુ-ટ્યુબના માધ્યમથી ઘરે બેઠા ભગવાનના દર્શન કરી શકાશે.
દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા નીચે પ્રમાણે જાહેરાત કરાઇ છે.
- શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈપણ પ્રકારની "VIP દર્શન" વ્યવસ્થા કરવામાં આવતી નથી.
મંદિર દર્શન માટે કોઈ પણ પ્રકારની નાણાકીય વ્યવહાર કરવો નહીં.
-ખોટી માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન કે અસત્તાવાર વેબસાઇટ પર ભરોસો ન રાખો. આવા ફ્રોડથી સાવચેત રહો
મંદિર સંબંધિત સાચી માહિતી ફક્ત અધિકૃત વેબસાઇટ અને સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર જ આપવામાં આવે છે.
-ભ્રમમાં ન આવો – ભાવથી આવો!
નોંધનીય છે કે, આ સમગ્ર ઘટના થોડા દિવસો પહેલાં હરિ ઓમ એપનો એક ઓડિયો વાયરલ થયા બાદ પ્રકાશમાં આવી હતી. જેમાં VIP દર્શનના નામે નાણાકીય વ્યવહારની વાત કરવામાં આવી હતી. આનાથી સ્થાનિક તીર્થ પુરોહિતોમાં રોષ ફેલાયો હતો. સ્થાનિક પુરોહિતોનું કહેવું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી યાત્રાધામની પવિત્રતા અને શ્રદ્ધાળુઓના વિશ્વાસને ઠેસ પહોંચે છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
