News of Sunday, 13th July 2025
વઢવાણના રામપરામાં ઢોર ચરાવવા બાબતે આધેડ પર હુમલો : સારવાર દરમિયાન મોત
નાવિયાણી ગામના છ શખ્સોએ ખેડૂતને ઢોર માર મારી ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલ રામપરા ગામે 6 શખ્સો દ્વારા ઢોર ચરાવવા જેવી બાબતે એક આધેડને મારમારી ઇજાઓ પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતો જ્યાં સારવાર મળે તે પહેલા આધેડનું મોત નીપજ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન લુટ, ચોરી, ફાયરિંગ સહિત મારામારીના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલ રામપરા ગામે ખેતરમાં ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતનું મનદુઃખ રાખી છ શખ્સોએ એક ખેડૂતને મારમારી ઇજાઓ પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કરેલ
રામપરા ગામે સીમમાં આવેલ એક ખેતરમાં ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને નાવિયાણી ગામના છ શખ્સોએ ખેડૂતને ઢોર માર મારી ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. આસપાસના મજૂરો સહિત પરિવારજનોને આ અંગેની જાણ થતા ત્યાં આવી પહોંચ્યા હતા અને વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કર્યો હતો.
રામપરા ગામના આધેડને મૃત જાહેર કર્યા બાદ આ અંગેની જાણ જોરાવરનગર પોલીસ, એલસીબી, એસઓજીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને પરિવારજનોના નિવેદન લઈને ફરિયાદની તજવીજ હાથ કરવામાં આવી હતી. આ અંગે મૃતકના મૃતદેહને રાજકોટ પેનલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
