News of Sunday, 13th July 2025
બગવદર પોલીસે જુગારધામ પર ત્રાટકી ૬૧,૯૩૦ના મુદ્દામાલ સાથે ૫ શખ્સોને દબોચ્યા!
શીશલી ગામની વાડીમાં ચાલતા જુગારના અખાડા પર રેડ, રેન્જ આઈ.જી. નીલેશ જાજડીયા અને પોરબંદર એસ.પી. ભગીરથસિંહ જાડેજાના નિર્દેશ બાદ સફળ કાર્યવાહી : પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના આરોપીઓ ઝડપાયા

પરેશ પારેખ દ્વારા, પોરબંદર: જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને જડમૂળથી ઉખેડી નાખવા માટે ખાસ સૂચનાઓ આપી હતી. આ નિર્દેશોના પાલન રૂપે, પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.એસ.બારા અને તેમનો સ્ટાફ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.
પેટ્રોલિંગ દરમિયાન, પોલીસને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે શીશલી ગામના વાડી વિસ્તારમાં રહેતો હરદાસ કરશનભાઈ ખુંટી નામનો વ્યક્તિ પોતાની વાડીના રહેણાંક મકાનનો જુગારના અખાડા તરીકે ઉપયોગ કરી રહ્યો છે. તે પોતાના ફાયદા માટે બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી, પૈસા અને પાના વડે જુગાર રમાડતો હતો.
આ બાતમીના આધારે, જુગારધારા કલમ ૬ હેઠળ વોરંટ મેળવીને પોલીસ ટીમે તાત્કાલિક હકીકતવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન, હરદાસ કરશનભાઈ ખુંટી સહિત કુલ ૫ ઈસમો 'રોન પોલીસ' નામનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડા ૨૯,૪૩૦ રૂપિયા, ૫ મોબાઈલ ફોન (કિંમત ૨૫૦૦ રૂપિયા) અને ૨ મોટરસાયકલ (કિંમત ૩૦,૦૦૦ રૂપિયા) મળીને કુલ ૬૧,૯૩૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ આરોપીઓને પકડી પાડી, જુગારધારા કલમ ૪ અને ૫ મુજબનો ગુનો દાખલ કરીને બગવદર પોલીસ સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે.
ઝડપાયેલા આરોપીઓ:
૧. હરદાસભાઈ કરશનભાઈ ખુંટી, ઉંમર ૫૧ વર્ષ, રહે. શીશલી ગામની પાસીમ વાડી વિસ્તાર, તા.જી.પોરબંદર.
૨. કેશવભાઈ વસ્તાભાઈ ઓડેદરા, ઉંમર ૭૦ વર્ષ, રહે. આંબારામા ગામ વાડી વિસ્તાર, તા.જી.પોરબંદર.
૩. મેરૂભાઈ ગીગાભાઈ મોઢવાડીયા, ઉંમર ૫૪ વર્ષ, રહે. આંબારામા ગામ વાડી વિસ્તાર, તા.જી.પોરબંદર.
૪. રાણાભાઈ રણમલભાઈ કારાવદરા, ઉંમર ૩૫ વર્ષ, રહે.ચંદ્રાવાડા, તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા.
૫. રામભાઈ દેવાભાઈ ઓડેદરા, ઉંમર ૩૬ વર્ષ, રહે.ચંદ્રાવાડા ગામ, તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા.
કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ:
આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.બારા, એ.એસ.આઈ. એચ.ડી.સિસોદીયા, પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઈ સોમાભાઈ સોલંકી અને ભાર્ગવભાઈ મેસુરભાઈ કરંગીયા સહિતના સ્ટાફના માણસો જોડાયા હતા.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
