News of Sunday, 13th July 2025
જામનગરના મતવા ગામે દરોડો : દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સો ૫૨,૭૪૦ રૂપિયા સાથે ઝડપાયા!
રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુની સૂચનાથી પંચકોશી 'એ' ડિવિઝન પોલીસની સફળ કામગીરી : જુગારધામ નેસ્તનાબૂદ કરવાના અભિયાનમાં વધુ એક સિદ્ધિ

મુકુંદ બદીયાણી દ્વારા: જામનગર જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાના અભિયાન અંતર્ગત, જામનગર પંચકોશી 'એ' ડિવિઝન પોલીસે વધુ એક સફળ કામગીરી કરી છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સ્પષ્ટ સૂચનાઓ તથા જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.શેખ અને તેમનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન, પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ આર. ઘાઘરેટીયા અને જયદીપસિંહ એસ. જાડેજાને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, મતવા ગામમાં દરગાહ પાસે બાવળની કાંટમાં કેટલાક ઈસમો જાહેરમાં તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમી રહ્યા હતા.
આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, કુલ ૪ ઈસમો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા ૫૨,૭૪૦ રૂપિયા અને ૫૨ ગંજીપાના (કિંમત શૂન્ય) મળીને કુલ ૫૨,૭૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદ રિપોર્ટ આપ્યો હતો, જેના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ આર. ઘાઘરેટીયાએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે.
ઝડપાયેલા આરોપીઓના નામ:
૧. રમેશભાઈ ગોવિંદભાઈ વૈષ્ણવ, રહે. પસાયાગામ, તા.જી.જામનગર.
૨. પરબતભાઈ મોમાભાઈ સરસીયા, રહે. વિજરખીગામ, માલધારી હોટલની બાજુમાં, તા.જી.જામનગર.
૩. જસાભાઈ ભાયાભાઈ ઘાઉત્તર, રહે. મતવાગામ, ભરવાડફળી, તા.જી.જામનગર.
૪. રામાભાઈ પાલાભાઈ ધ્રગીયા, રહે. મોટીભલસાણ, નિશાળ સામે, તા.જી.જામનગર.
કબજે કરાયેલ મુદ્દામાલ:
૧. રોકડ રૂપિયા: ૫૨,૭૪૦/-
૨. ગંજીપતાના પાના નંગ: ૫૨ (કિંમત શૂન્ય)
આ પ્રશંસનીય કાર્યવાહીમાં પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.શેખ, એ.એસ.આઈ. નિર્મળસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ ઘાઘરેટીયા, જયદીપસિંહ એસ. જાડેજા, ધર્મેન્દ્રસિંહ કનકસિંગ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ખીમાણીયા અને હરદેવસિંહ એમ. ઝાલા સહિતનાઓએ ભાગ લીધો હતો.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
