News of Sunday, 13th July 2025
મોરબીમાં અનેક જગ્યાએ રોડના કામમાં વેઠ, વાહન ચાલકોને હાલાકી.
વીસીપરા, ભડિયાદ રોડ, એલઈ કોલેજ રોડ સહિતના રોડમાં વેટમિક્સ ઓછું ને કપચી વધુ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં તંત્ર દ્વારા રોડ-રસ્તાની કામગીરી પુરજોશમાં શરૂ તો કરવામાં આવી છે પરંતુ વેઠ ઉતારવામાં આવી રહી હોય તેવું ધ્યાને આવ્યું છે.
મોરબીના વીસીપરા, ભડિયાદ રોડ, એલઈ કોલેજ રોડ સહિતના રોડ ઉપર હાલ તંત્ર દ્વારા રોડની કામગીરી ક૨વામાં આવી છે. જેમાં વેટ મિક્સ ઓછું ને કપચી વધુ નાખવામાં આવી છે. આના કારણે વાહનો સ્લીપ થાય છે. ઉપરાંત રહેણાંક વિસ્તારમાં કપચીના કાકરા ઉડતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આવી જગ્યા હશે ત્યાં ફરી સમારકામ કરવામાં આવશે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
