<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

મોરબી મહાનગરપાલિકામાં સ્ટાફ ઘટ નિવારવા નવું ૩૦૬ નું મહેકમ મંજુર કરાયું.

વર્ગ ૧ ના રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ૧૩ અધિકારીઓ તથા વર્ગ ૨ ના ૫૯, વર્ગ 3 ના ૨૪૭ એમ કુલ ૩૦૬ નું નવું મહેકમ મંજુર

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી મહાનગરપાલિકા કાર્યાન્વિત થયા બાદ સ્ટાફની મોટી ઘટ છે અને આસપાસના 9 ગામોનો સમવેશ મહાપાલિકામાં કરવામાં આવ્યો છે જેથી મોરબી મહાનગરપાલિકા તરફથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગમાં મહેકમ મંજુર કરવા દરખાસ્ત કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકામાં વર્ગ ૧ ના રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ૧૩ અધિકારીઓ તથા વર્ગ ૨ ના ૫૯, વર્ગ 3 ના ૨૪૭ એમ કુલ ૩૦૬ નું નવું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે

    મોરબી મહાનગરપાલિકાનું મહેકમ મંજુર થતા નિયમાનુસાર કાર્યવાહી થયા બાદ આગામી સમયમાં ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ કરવામાં આવશે જેથી હાલ માનવબળની ઘટનો પ્રશ્ન મહદઅંશ્રે ઉકેલવામાં આવશે અને નવા ટેકનીકલ ઈજનેર અને ટેકનીકલ સ્ટાફની ભરતી પ્રક્રિયાઓ કરવામાં આવતા શહેરના વિકાસને બળ મળશે મહાનગરપાલિકાની તમામ શાખાઓની કામગીરી વધુ સારી રીતે થઇ સકે તે માટે અગામી સમયમાં ભરતી પ્રક્રિયા અંગેનું આયોજન હાથ ધરવામાં આવશે તેમ નાયબ કમિશ્નર વહીવટની યાદીમાં જણાવ્યું છે.

(11:24 PM IST)