<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

માળિયામાં અલગ અલગ બ્રાન્ડની દારૂની ૯૬ બોટલ સાથે એક ઝડપાયો.

આરોપી સલીમ ઉર્ફે પલો દિલાવર જેડા પાસેથી દારૂની નાની મોટી બોટલ નંગ ૯૬ કીમત રૂ ૬૩,૩૬૦ નો મુદામાલ જપ્ત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  માળિયામાં આવેલ રામાપીર મંદિર પાછળના વિસ્તારમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૯૬ બોટલ સાથે એક શખ્શને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રામાપીર મંદિર પાછળથી આરોપી સલીમ ઉર્ફે પલો દિલાવર જેડા (ઉ.વ.૩૭) ( રહે સરકારી હોસ્પિટલ બાજુમાં માળિયા વાળા) ને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી દારૂની નાની મોટી બોટલ નંગ ૯૬ કીમત રૂ ૬૩,૩૬૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


 

(11:26 PM IST)