<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

મોરબીમાં પાડોશી દ્વારા ખોટી રીતે મુકાયેલી બારીના કેસમાં પ્રતિવાદીએ કોર્ટમાં ચાર વખત કરેલ વચ્ચગાળાની અરજીઓ કોર્ટે નામંજૂર કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીના મ્યુ. હદ વિસ્તારમાં લખધીરવાસ મેઈનરોડ ઉપર આવેલ લેખ નં-૧૭૮ તથા સીટી સર્વના વોર્ડ નં-૧, શીટ નં-૧૭૬ ના સીટી સર્વ નં-૧૪૦૦ વાળી મિલ્કતના માલીક વાદી બાબુભાઈ ઉમરભાઈ જનાણીએ પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરા તથા મોરબી નગરપાલિકા સામે રેગ્યુલર દિવાની કેશ નં.૨૩૩/૨૦૨૧ થી દાવો દાખલ કરેલ.જેમા પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરાએ તે દાવાના કામે આંક-૩૨ થી વચગાળાનો મનાઈહુકમ મેળવવા અરજી કરેલ, જે પ્રતિવાદીએ પરત ખેંચી લીધેલ છે.અને આંક-૩૨ B થી પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરાએ ફરી મનાઈહુકમ મેળવવા અરજી કરેલ તે અરજી નામદાર કોર્ટ તરફથી રદ/નામંજૂર કરવામાં આવેલ છે.અને રૂા.૫૦૦ નો કોસ્ટનો પણ હુકમ કરવામાં આવેલ છે.


ત્યારબાદ પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરાએ આંક-૩૬ થી ફરી ઓ-૮ રૂલ-૬ મુજબની ૪૪ પાનાની અરજી કરેલ જે અરજી પણ નામદાર કોર્ટ તરફથી રદ/નામંજૂર કરવામાં આવેલ અને રૂા.૩૫૦૦ ની રકમનો કોસ્ટ ભરવાનો હુકમ પણ કરવામાં આવેલ હતો.ત્યારબાદ ફરી પ્રતિવાદી પરેશભાઈ તરફથી આંક -૩૮ થી પ્રતિદાવામાં સુધારો કરવાની અરજી કરવામાં આવેલ અને તે અરજી પણ નામદાર કોર્ટે રદ/નામંજુર કરેલ છે. અને ત્યારબાદ ફરી પ્રતિવાદી પરેશભાઈ કતીરા તરફથી આંક-૪૩ થી વાદીનો દાવા રદ કરવા અરજી કરેલ પરંતુ તે અરજી પણ નામદાર કોર્ટે રદ/નામંજુર કરી રૂા. ૧૦૦૦ ની રકમનો કોસ્ટ ભરવાનો હુકમ કરેલ છે. અને છેલ્લે ફરી પ્રતિવાદી પરેશભાઈ કતીરાએ આંક-૪૬ થી વચગાળાની રાહત મેળવવા વાદીની મિલ્કતમાં પ્રવેશ કરવા માટેની અરજી કરેઈ જે પણ નામદાદ કોર્ટે રદ/નામંજર કરી રૂા. ૧૦૦૦ ની રકમની કોસ્ટ ભરવાનો હુકમ કરેલ છે.આમ પ્રતિવાદીની દરેક અરજી રદ/નામંજુર થયેલ જેમા પ્રતિવાદી સામે વાદી પક્ષ તરફથી વિધ્વાન વકીલ નિકંજ પુનમચંદભાઈ કોટક, હાર્દિક ગોસ્વામી, હીરેન ગોસ્વામી, વિશાલ પી.ચાવડા, અશોક દામાણી તથા કિશોર સુરેલા રોકાયેલ હતા

(11:47 PM IST)