News of Sunday, 13th July 2025
મોરબી 3500 વૃક્ષ વાવવાના કાર્યક્રમમાં મોરબી શહેર મહિલા પ્રમુખ સહીત સહભાગી બન્યા
રાજકીય આગેવાનો મોરબીની વિવિધ સંસ્થાઓ દરેક સમાજના આગેવાનો તેમજ એનજીઓ પરિવાર સાથે હાજર રહ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી પાંજરાપોળ ના ટ્રસ્ટી અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ની આગેવાનીમાં 3500 વૃક્ષો વાવવામાં આવ્યા. એક પેડ માં કે નામ આવો, આપ આપણા જ હસ્તે, એક વૃક્ષ વાવો, પરિવારમાં વૃક્ષરૂપી ઉમેરો, પ્રકૃતિ સાથે આત્મ્યતા કેળવો. મંત્ર અને ચરિતાર્થ કર્યું આ સમયે રાજકીય આગેવાનો મોરબીની વિવિધ સંસ્થાઓ દરેક સમાજના આગેવાનો તેમજ એનજીઓ પરિવાર સાથે હાજર રહ્યા અને પોતાના નામનું એક વૃક્ષ વાવ્યું આ ઐતિહાસિક કાર્યક્રમમાં મોરબી શહેર મહિલા ભાજપ પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન વાઘેલા પણ વૃક્ષ વાવવા સાથે આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષીસહભાગી બનવા નું સૌભાગ્ય પ્રાપ્ત થયુ.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
