News of Tuesday, 15th July 2025
પરપ્રાંતમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉજવણી
પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇને ઉત્તર પ્રદેશ-ઓરીસ્સાના કાવડધારી ભકતો દ્વારા શિવ ગંગાજળ અભિષેક

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧પ :.. વિશ્વ પ્રસિધ્ધ ભારત પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિરે ઉત્તર પ્રદેશ અને અન્ય રાજયોના પંચાગ મુજબ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોઇ પરપ્રાંતના શિવભકતો ગંગાજળ અભિષેક કરવા ઉમટયા હતાં.
ભગવા રંગની ચડ્ડી-ભગવા રંગનું અડધી બાંયનું શર્ટ એવા તેઓના પરંપરાગત પોષાકમાં તેઓ વહેલી સવારથી જ મંદિર દર્શનાર્થી લાઇનમાં ઊભા રહી દર્શન-પૂજન-અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસ અને વિશેષ કરીને સોમવારનું ધાર્મિક દ્રષ્ટીએ મહત્વ મનાય છે.
આ યાત્રિકો અહીંથી દ્વારકા - બેટદ્વારકા અને નાગેશ્વર જયોર્તિલિંગ યાત્રા તરફ પ્રસ્થાન કરે છે.
યાત્રિકોએ સોમનાથ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
