News of Tuesday, 15th July 2025
બગસરા પાસે રસ્તામાં યુવાનને ફોરવ્હીલ રોકાવી છરી વડે ગંભીર ઈજા કરી

અમરેલી, તા.૧૫: કાગદડી -હામાપુર રસ્તામાં રાત્રિના જયરાજસિંહ રમેશસિંહ પરમાર ઉ.વ.૨૫ તથા આશીષ વાક રહે.જેતપુર બંને જણા ફોરવ્હીલ લઈ પરત ફરતા હોય. તે દરમ્યાન આરોપીઓ રસ્તા વચ્ચે ઉભા રહેતા ફોરવ્હીલ ગાડી ઉભી રાખતા કૌશલ ઉર્ફે નાનો દુડી બટુકભાઈ ધાધલ રહે.બગસરાવાળાએ જયરાજસિંહ પાસે આવી ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ નેફામાંથી છરી કાઢી હુમલો કરતા જમણો હાથ આડો રાખતા હાથની આંગળી નીચે છરીનો ઘા મારેલ. જે દરમ્યાન મયંક કોટીલા અને કમલે જયરાજસિંહને પકડી ફોરવ્હીલમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરેલ.જેથી ફોરવ્હીલનો દરવાજો ખુલવા ન દેતા કૌશલે મારી નાખવાના ઈરાદે ગળા તરફ છરી મારવા જતા ડાબો હાથ આડો કરતા પ્રથમ હથેળીમાં અને બીજો ઘા ડાબા હાથના કાંડાથી કોણી વચ્ચે છરી મારી ગંભીર ઈજા કરી ઓપરેશન લાવી ડાબા અને જમણા હાથમાં ટાંકા લાવી નાની મોટી ગંભીર ઈજાઓ કરી ગુનો કર્યાની બગસરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
માલધારી યુવાન ઉપર હુમલો
ભીલડીથી ભીલા જવાના રસ્તે ઉદય હોટલ પાસે તા.૧૨-૭ના બપોરના ભીલડી ગામના દેવાંગભાઈ ભુપતભાઈ આજરા ઉ.વ.૨૩ પોતાની ગાયો લઈ ઉદય હોટલ સામે ગૌચરની જમીનમાં ગાયો ચરાવતા હોય.તે દરમ્યાન હોટલવાળા ઉદયભાઈ રાજગોર તથા તેની સાથે એક અજાણ્યો શખ્સ આવીને દેવાંગભાઈને કહેલ કે આ જમીન અમારી છે.અહીં માલઢોર ચરાવવા નહી.તેમ કહી ઢીકાપાટું વડે મારમારી ગાળો બોલી ઉદયે દેવાંગભાઈને માથામાં કપાળના ભાગે છરીનો એક ઘા મારી ઈજા કર્યાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.(૨.૧૧)
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
