તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 15th July 2025
રાણાવાવ પાસે બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો : ૮૦૦ લીટર આથો ઝડપાયો
દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી હાથ આવ્યો નહીઃ ભઠ્ઠીના સાધનો અને દારૂ મળીને કુલ ૨૨૭૭૫નો મુદામાલ જપ્ત

પોરબંદર તા.૧૫: રાણાવાવ પાસે બરડા ડુંગર દેશીદારૂની ભટ્ટી ઉપર પોલીસે દરોડો પાડીને દારૂનો તૈયાર આથો ૮૦૦ લીટર ઝડપી લીધો હતો. દરોડા સમયે આરોપી મેરા કરશનભાઇ મળી આવ્યો ન હતો.
રાણાવાવ પો.સ્ટ.ના પો.સબ.ઇન્સ.શ્રી આર.વી.મોરી તથા સર્વેલન્સ સ્ટાફના બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇ નાઓને બાતમી આધારે બરડા ડુંગર કાસવીરડાનેશ થી દક્ષિણે ૧.૫ કી.મી. દુર હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા મેરા કરશનભાઇ મોરી રહે. ઉપલા ગંગડીયાવાળાનેશની દારૂની ભઠ્ઠી મળી આવેલ અને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશનનો ગુન્હો રજી. કરાવેલ છે.
દરોડા સમયે હાજર નહી મળેલ મેરા કરશનભાઇ મોરી રહે.ઉપલા ગંડીયાવાળાનેશની ભઠ્ઠીમાંથી દેશીદારૂ બનાવવાનો આથો લી. ૮૦૦/- તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂા.૨૨.૭૭૫/- નો મુદામાલ મળી આવેલ હતો.
બરડા ડુંગરમાં દારૂ દરોડાની આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.એન.તળાવીયા તથા પો.સબ.ઇન્સ. શ્રી આર.વી.મોરી તથા પો.હેડ.કોન્સ. બી.જે.દાસા. તથા પો.કોન્સ. સંજય વાલાભાઇ,સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ, કૃણાલસિંહ પ્રવિણસિંહ, તથા ફોરેસ્ટ એચ.એસ. માળિયા દ્વારા કરવામાં આવેલ છે. (૩.૬)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
