તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 15th July 2025
પોરબંદરની નવી ખડપીઠમાં જુગાર રમતા ૪ યુવાનો ૧૫૧૪૦ની રોકડ સાથે ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૫: નવી ખડપીઠમાં જાહેરમાં જુગાર રમતા ૪ યુવાનોને ૧૫૧૪૦ રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા.
જૂનાગઢ રેન્જના પોલીસ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પો. ઇન્સ. શ્રી આર.સી.કાનમિયાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પો. સબ. ઇન્સ. એ.એ.ડોડીયા સાથે સર્વેલન્સ સ્કોડનો સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન પો. હેઙકોન્સ. બી.પી.માળીયા તથા એન..ટી.ભટ્ટ તથા પો.કોન્સ.સુરેશ કીશાભાઇ તથા સાજન રામશીભાઇને બાતમીરાહે.ખડપીઠમાં જુગાર રમતા સુનિલ હરજીભાઇ સરવૈયા,મધુ બચુભાઇ ચુડાસમા,રાહેલ રમેશભાઇ સોલંકી,તથા રહોીત ચંદનભાઇ સોલંકી ને પકડી લીધા હતા.
આ જુગાર દરોડાની કામગીરી કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર આર.સી.કાનમિયા તથા સર્વેલન્સ પો.સબ.ઇન્સ.એ.એ.ડોડીયા તથા સર્વેલન્સ સ્ટાફ એ.એસ.આઇ એસ.એ.બકોત્રા તથા પો. હેડ. કોન્સ. બી.પી.માળીયા તથા એન.ટી. ભટ્ટ તથા સી.જી. મોઢવાડીયા તથા એસ.એમ.જાંબુચા તથા પો.કોન્સ. સાંજન રામશીભાઇ તથા સુરેશ ક્રીશાભાઇ તથા વુ.પો.કોન્સ. દક્ષાબેન ગીજુભાઇ સ્ટાફ વગેરે પોલીસ સ્ટાફ કામગીરી માં જોડાયેલ હતા.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
