<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

ભાવનગરમાં ડમ્‍પર હડફેટે વૃધ્‍ધાનું મોત

મંદિરેથી દર્શન કરીને પરત ફરતી વખતે પતિની નજર સામે મૃત્‍યુ થતા અરેરાટી

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૫: ભાવનગર શહેરના લોખંડ બજારમાં આવેલા સ્‍વામિનારાયણ મંદિરેથી દર્શન કરી દંપતી ઘર ગાયત્રીનગર,ઘોઘા જકાતનાકા તરફ જઈ રહ્યા હતા તે અરસામાં ઘોઘા સર્કલથી મેઘાણી સર્કલ રોડ પર ડમ્‍પર નં (જીજે-૦૪-એએકસ-૮૧૫૪) એ દંપતીના સ્‍કૂટરને પાછળથી અકસ્‍માત કરતા ગીતાબેન નરેન્‍દ્રભાઈ પારેખ (ઉ.વ.૬૫ વર્ષ)નું ઘટના સ્‍થળ પર જ મળત્‍યુ થયુ હતું. જ્‍યારે તેમના પતિ નરેન્‍દ્રભાઈ હરિલાલ પારેખ (ઉ.વ.૬૭) હવામાં ફંગોળાઈ જતા ગંભીર ઇજાઓ થઈ હતી.

ત્‍યારે ડમ્‍પર ચાલક અકસ્‍માત કરી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્‍યાં ઉભેલા લોકોએ તેને પકડીને પોલીસને સોંપ્‍યો હતો. આ બનાવ અંગે પોલીસે ડમ્‍પરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૨.૧૦)

(11:01 AM IST)