તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 15th July 2025
સમારકામની માંગ ઝીંઝાવદર ડેમમાં પાણી ટકતું જ નથી

વઢવાણ, તા.૧૫: ચુડા તાલુકાના ઝીંઝાવદર ગામના સરપંચ દિગ્વિજયસિંહ રાણાએ જણાવ્યું હતું કે ૧૯૭૧માં ઈરિગેશન વિભાગ દ્વારા ગામની સીમમાં ડેમ બાંધવામાં આવ્યો હતો. આ ડેમના પાણીનો લાભ ચુડા, છત્રિયાળા, રામદેવગઢના ખેડૂતોને મળે છે.
૪ ગામના ધરતીપુત્રો અનેક હેક્ટર જમીનમાં પિયત કરે છે. ૪ ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન ડેમની સલી દસેક વર્ષ પહેલાં તૂટી ગઈ છે. સલી તૂટી જવાને કારણે ડેમમાં પાણી ટકતું નથી. રજૂઆતો કરી પણ સલીનું સમારકામ થયું નથી.
આ વર્ષે જો સલીનું સમારકામ નહીં થાય તો ખેડૂતોને ચોમાસું પાકને પાછેતરું પિયત આપવામાં અને રવિ પાકના વાવેતર કરવામાં મુશ્કેલી પડી શકે તેમ છે. તાત્કાલિક ધોરણે સલીનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ છે.(
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
