<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

પોરબંદરના લોકમેળામાં વરસાદના પાણી નિકાલ માટેના પમ્‍પ અને ગરનાળા તૈયાર રાખવા માંગણી

વર્તમાન સ્‍થિતિને ધ્‍યાને લઇ મેળાને પુર્ણ કક્ષાનું સુરક્ષા કવચ જરૂરી : ટનાટન મેળા માટે લોકો દ્વારા વિવિધ સુચનો :જન્‍માષ્‍ટમી લોકમેળામાં દર વર્ષે સામાન્‍ય વરસાદથી કાદવ કીચડથી લોકોને ભારે પરેશાનીમાં મુકાય જાય છે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧પ : પ્રતિ વરસ પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધાર્મિક ઉત્‍સવ સાથે શ્રાવણ વદ ૭ સાતમથી યોગેશ્વર શ્રી કૃષ્‍ણના જન્‍મદિવસ શ્રાવણ વદ ૮ આઠમ અનુસરી એકસો વરસથી વધુ સમયનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ લોકમેળો શીતળા સાતમ જન્‍માષ્‍ટમી લોકમેળાથી જાણીતો છે.

દેશી રજવાડાના સમયમાં આ લોકમેળાનું આયોજન પોરબંદર રાજય દ્વારા કરવામાં આવતુ હિન્‍દુસ્‍તાન સ્‍વતંત્ર થયા બાદ પોરબંદર નગર પાલીકા દ્વારા વર્તમાન નગર પાલીકા રૂપાંતરીત તા.૧ જાન્‍યુઆરી ર૦રપ થી થતા અને મહાપાલીકા બનતા પ્રથમ વખત મહાપાલીકાના કમીશનર તથા વહીવટદારના શાસનમાં યોજાશે. લોકમેળા આયોજક મહાપાલીકાના અધિકારીઓએ લોકમેળામાં મહત્‍વપુર્ણ બાબત ધ્‍યાને લેવા વિવિધ સુચનોની અમલવારી થાય તે જોવા લોક માંગણી છે.

શીતળા સાતમ જન્‍માષ્‍ટમી લોકમેળો રાજયના સમયથી જુના ક્રિકેટ ગ્રાઉન્‍ડ યાને પેવેલીયન ગ્રાઉન્‍ડ વર્તમાન ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં યોજાય છે. રાજયના સમયમાં ત્રણ દિવસ યાને ત્રિદિવસીય મેળાનું આયોજન થતું પાલીકાના શાસનમાં અમુક વર્ષ ત્રણ દિવસનું આયોજન કરવામાં આવતું. સને ૧૯૬૦ પછી પાંચ દિવસનો લોકમેળો યોજાય છે.

વર્તમાન ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર યોજાતા લોકમેળામાં શ્રાવણ માસમાં વરસાદ હોય તો આ મેળા ગ્રાઉન્‍ડ પાણીથી ભરાય જાય છે. જેથી લોકમેળો માણવા આવતા લોકો - વેપારીને મુશ્‍કેલી રહે છે. આર્થીક સહન કરવું પડે છે. જેથી પાણીના નિકાલ માટે પંપ મુકવા તેમજ હોસ્‍ટ હાઇ-વે ચોપાટી  ગ્રાઉન્‍ડ નજીક પોર્ટ ઓફીસના બંગલો અધિકારી માટેનો રહેણાંક છે. ત્‍યાં પાણી નિકાલ માટે ગરનાળુ બનાવવામાં આવેલ છે. જે જુના રાજયના સમયનું તે ભરાય ગયેલ છે.

આ ગરનાળું કોસ્‍ટલ હાઇ-વે કોસ્‍ટ કરી સિવિલ સર્જનના બંગલા પાસે પાણી નીકાલ કેનાલ, નહેર જે ગટરથી ઓળખાય છે. તે વરસોથી સાફ થયેલ નથી. તેની ત્‍વરીત સફાઇ કરાવવા. જેથી પાણીનો ભરાવો રહે નહીં.

આ નહેર દ્વારા સિવિલ સર્જનના બંગલાથી પ્રારંભ યાને શરૂ થાય તે પૂર્ણ હનુમાન ચોક, જુના ફુવારા પાસે મહારાણી રૂપાળીબા હોસ્‍પીટલ - બાજુમાં આ કન્‍યા વિદ્યાલય પસાર થતી સાંઢીયા ગટરને મળે છે. આ સાથે કનેકશનમાં વાઘેશ્વર પ્‍લોટ પાણી નિકાલ નહેર ગટર મળે છે.

શીતલા સાતમ-જન્‍માષ્‍મીની લોકમેળા જુના ક્રિકેટ પ્રવસન-ક્રિકેટ ગ્રાઉન્‍ડ વર્તમાન ચોપાટી ક્રિકેટ ગ્રાન્‍ટ પર યોજાય છે આ ચોપાટી અરબી સમુદ્ર કિનારો ખુલ્લો છે. સીધી આંતરરાષ્‍ટ્રીય જળસિમાહ યાને એલ.ઓ.સી. બોર્ડર ટચ સંવેદનશીલ જાહેર થયેલ છે. દરિયા સુરક્ષા એજન્‍સી સતત પેટ્રોલીંગ ચાલુ રહે છે.

બેથી ત્રણ વખત અગાઉ આંતરાષ્‍ટ્રીય જળસિમાહમાં પાકિસ્‍તાન દ્વારા દરિયાના રસ્‍તે પોરબંદર આંતરરાષ્‍ટ્રીય જળસિમાહમાં ધુસવા પ્રયત્‍ન કરેલો આપણી સુરક્ષા એજન્‍સીની સક્રિયતાથી પોતાની તાકાત બતાવી હતી. લોકમેળામાં સુરક્ષા કવચ શકિતશાળી ગોઠવવા સી.સી. ટીવી કેમેરા સુરક્ષા એજન્‍સી મજબુત લોખંડી પેટ્રોલીંગ વધારવા જોકે પ્રતિવરસ સુરક્ષા ચોકી રાઉન્‍ડ ધ કલોક કાર્યરત કરવા માંગણી છે.

તહેવારો સમયે પાકિસ્‍તાન મારફત અથવા પડોશી અપરાધી રીતે પાકિસ્‍તાનની જળસિમાહ પાર કરી મોટે પાયે ડ્રગ્‍સ માફીયા નશીલા  પદાર્થો ઘુસાડે છે તેવી સંભાવના રહે છે. પકડાયેલ નશીલા પદાર્થની અબજો રૂપિયા તેમજ દાણચોરો દેશદ્રોહી પ્રવૃતિ કરી જાગૃતતા દર્શાવે છે.

છૂપારૂસતમ જાગૃતિ શિરો પોરબંદર કે આસપાસમાં પાકિસ્‍તાનની ખુફીયા એજન્‍સી એ.એસ.આઇ.તેમજ સંલગ્ન-આંતકવાદી સંગઠનનો પણ રડાર પર હોવાનો ઇશારો રહે છે. જેથી આ બાબત પણ ધ્‍યાને રાખવી જરૂરી છે. મહત્‍વપૂર્ણ છે. 

(11:57 AM IST)