<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

પડધરીમાં સંતાનોને મારકુટ કરતી પત્‍નિ બીજલીને પતિએ લાફો મારતાં આપઘાત

પરિણીતાએ ઝેર પી લેતાં રાજકોટમાં દમ તોડયોઃ ત્રણ બાળકો મા વિહોણા થયાઃ મુળ બિહારના પરિવારમાં ગમગીની

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્‍ના તથા ખંભાળીયા પ્રાંત અધિકારી કે. કે. કરમટાની સુચના તથા માર્ગદર્શન હેઠળ ખંભાળીયા મામલતદાર વિક્રમ વરૂ દ્વારા ખંભાળીયાના ત્રણ વિસ્‍તારોમાં ડિમોલેશનની કામગીરી કરીને લાખો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર રોડ પર આવેલ અગાઉ દાલમીયા નટરાજ સિરામિકના નામની ખાનગી કંપની કે જે હાલ આર. એચ. આઇ. મેગ્નેસીટા ઇન્‍ડીયા રિફ્રેકટરીઝ લીમીટેડનાં નામથી ચાલે છે તેની ૧૩૦૦ મીટર જેવડી વિશાળ કંપાઉન્‍ડ વોલ કે જે જામનગર હાઇવેની તદ્દન નજીક દબાણ કરેલી હતી તે તોડી પાડીને લાખો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

સરકારી હોસ્‍પિટલની પાસે તથા સલાયા રોડ વિસ્‍તારમાં રસ્‍તા પર અડચણરૂપ તથા ગેરકાયદેસર સરકારી જમીનો પર ઉભી કરાયેલ ૧૩ જેટલી કેબીનોના દબાણો પણ હટાવાયા હતા.

ખંભાળીયામાં સલાયા રોડ અંડર બ્રીજ પાસે કચોરીયા વાડીમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરનો અડધો ભાગ પણ તોડી નંખાયો હતો.

મંદિર તોડવા સામે વિરોધનો સૂર

ખંભાળીયા મામલતદાર તંત્ર દ્વારા દાતાઓના સહયોગથી ઉભું કરાયેલ ખોડીયાર મંદિરની નાનકડી ડેરી તોડી પાડવા સામે સ્‍થાનિકોમાં વિરોધનો સૂર ઉઠયો હતો.

(12:08 PM IST)