<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

જામજોધપુર પોલીસે પવનચકકીની પાંખમાં છુપાવેલ દારૂની ૧૫૦૦ બોટલ, ઈનોવા કાર સહિત ૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સ્થળ પરથી ઈનોવા કાર કબ્જે કરી અજાણ્યા ઈસમો વિરૂદ્ધ પ્રોહિબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ

જામજોધપુર તા. ૧૫  :જામજોધપુર પંથકમાં દારૂ છુપાવલાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં પવનચકકીના પાંખમાં છુપાવેલ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. જામજોધપુર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર અલ્પેશ રબારીની રાહબરી હેઠળની ટીમે જોડિયાનેસ વિસ્તારમાં દરોડો પાડી પવનચકકીના પાંખમાંથી વિદેશી બનાવટની દારૂની કુલ બોટલ ૧૫૦૦ કબ્જે કરી હતી. અને સ્થળ પરથી ઈનોવા કાર કબ્જે કરી અજાણ્યા ઈસમો વિરૂદ્ધ પ્રોહિબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(2:23 PM IST)