<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

સંસ્કાર વિનાની સંપતિ વિનાશના માર્ગે લઈ જાય : અવધૂત આશ્રમ ભવનાથના મહાદેવગીરી બાપુ :વંથલી બ્રહ્મસમાજ દ્વારા વિધાર્થીઓનુ સન્માન

મેંદરડાના સુખરામદાસ બાપુએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી : વડીલ વંદના અંતર્ગત મોટી વયના બ્રહ્મસમાજના લોકોનું સન્માન કરીને તેઓની સેવાને બિરદાવાઈ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૫ : વંથલી તાલુકાના શાપુર પટેલ સમાજ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ  વંથલી દ્વારા વિધાર્થીઓનો સન્માન સમારોહ, વડીલ વંદના, તેમજ કારોબારી બેઠક એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો જેમાં  અભ્યાસ ક્ષેત્રે  ઉજ્જવળ દેખાવ કરનાર તમામ વિધાર્થીઓનું  પુરસ્કાર આપી  સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી આ તકે બ્રહ્મસમાજના આ આયોજનને બિરદાવતા અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુએ બ્રહ્મસમાજના આયોજકોને અભિનંદન આપી આશિર્વચન પાઠવતા કહ્યું હતું કે સંસ્કાર વિનાની સંપતિ વિનાશના માર્ગે લઈ જાય છે તેથી બાળકોને મોબાઈલની જગ્યાએ સંસ્કાર આપવા કહ્યું હતું તેમજ આપણા દેશમાં માતૃદેવો અને પિતૃદેવો ભવ એવું કહેવામાં આવ્યું છે ત્યારે અત્યારે વધતા વૃદ્ધાશ્રમો એક ચિંતાનો વિષય છે અને ગુજરાતમાં જ આશરે 3000 હજાર જેટલા વૃદ્ધાશ્રમો છે તેમ જણાવી પોતાના માં બાપને વૃદ્ધાશ્રમ માં મૂકતા લોકો  માટે ટકોર કરી હતી.

આ સન્માન સમારંભમાં મેંદરડાના સુખરામદાસ બાપુ એ પ્રસંગે પ્રવચન કર્યું હતું અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી

 આ તકે વડીલ વંદના અંતર્ગત મોટી વયના બ્રહ્મસમાજના લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાનો,હોદેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, વંથલી તાલુકા બ્રહ્મસમાજના પ્રમુખ વિનુભાઈ ભટ્ટ તેમજ તેમની કારોબારી ટીમ તેમજ બ્રહ્મસમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(2:54 PM IST)