<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

દેશમાં એક સાથે બબ્‍બે લો પ્રેસર સિસ્‍ટમ સક્રિય રાજસ્‍થાનમાં જળપ્રલય જેવી સ્‍થિતિ સર્જાશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧પ :.. બંગાળની ખાડીમાંથી થોડા દિ' પૂર્વ ઉદ્‌્‌ભવેલી સિસ્‍ટમ હાલ મધ્‍ય પ્રદેશને ધમરોળી રાજસ્‍થાનને રીતસર ધમરોળશે. આ સિસ્‍ટમ નબળી પડી હતી. પરંતુ વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સના આગમનને કારણે નબળી બનેલી આ સિસ્‍ટમ લો-પ્રેસર કેટેગરીએ મજબૂત બની આગામી બે-ત્રણ દિવસ રાજસ્‍થાનમાં જળપ્રલય જેવી સ્‍થિતિનું નિર્માણ પણ કરી શકે છે.આ લો-પ્રેસર સિસ્‍ટમના પ્રભાવે ગુજરાત રીઝનમાં વરસાદી માહોલ રહેશે. આઇ એમડી વધુ એક દિવસ રાજયના આ ઉત્તર અને પૂર્વ ભાગ (ગુજરાત રીઝન) માટે ઓરેન્‍જ એલર્ટમાં દર્શાવે છે.

જયારે હાલ બંગાળની ખાડીમાં ઉદ્‌ભવેલ સિસ્‍ટમ વેલમાર્ક લો-પ્રેસર કેટેગરીએ પヘમિ તરફ ગતિમાન થઇ છે. આમ એક સાથે દેશમાં બબ્‍બે લો-પ્રેસર સિસ્‍ટમ સક્રિય જોવા મળી રહી છે. આ નવી સિસ્‍ટમ ગુજરાત તરફ આવશે? કે પછી ઉત્તર તરફ સરકી જશે...? જો અરબ સાગરમાં આગામી દિવસમાં ‘કંઇક એકટીવિટી' સર્જાય તો આ નવી સિસ્‍ટમ ગુજરાત પર પણ છવાઇ શકે છે.

(3:36 PM IST)