તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
થાનગઢમાં ૧.૩પ કરોડના દારૂ સાથે ૮ બુટલેગરો ઝડપાયા
વહેલી સવારે એસએમસીએ લાઇવ કટીંગ ઝડપી પાડયું : તપાસનો ધમધમાટ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૧૫: સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં એસએમસીએ દરોડો પાડીને ૧.૩૫ કરોડના દારૂ સાથે ૮ બુટલેગરોને ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં એસએમસીએ ૧.૩૫ કરોડના દારૂના કટીંગ સમયે દરોડા પાડીને મુદામાલ જપ્ત કર્યો હતો.
આ દરિમયાન પોલીસે ૮ બુટલેગરોને પણ ઝડપી લીધા છે અને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
એકસાથે ૧.૩૫ કરોડનો દારૂ એસએમસી ટીમે ઝડપી લેતા સ્થાનીક પોલીસ તંત્ર સામે સવાલો ઉઠયા છે.
થાનમાં વિદેશી દારૂનું સોૈથી મોટુ નેટવર્ક ઝડપાઇ જતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. (૩.૧૪)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
