તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
ગીર સોમનાથના સમુદ્ર કાંઠેથી 1150 ગ્રામથી વધુ વજનનુ બિનવારસી ચરસનું પેકેટ મળી આવ્યું
સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કાંઠા પરથી મોટી માત્રામાં ચરસના પેકેટ મળ્યા

ગીર સોમનાથના સમુદ્ર કાંઠા પરથી ચરસનું પેકેટ મળી આવ્યું. સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કાંઠા પરથી મળી આવ્યું. ગીર સોમનાથ SOG , LCB મરીન પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અગાઉ પણ ગીર સોમનાથના સમુદ્ર કાંઠા પરથી મોટી માત્રામાં ચરસના પેકેટ મળી આવ્યા હતા.
આજે સવારે 1150 ગ્રામથી વધુ વજનનુ એક પેકેટ મળી આવ્યું છે. પોલીસ દ્વારા FSL માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. NDPS ટીમ દ્વારા પણ તપાસનો ધમધમાટ આદર્યો છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
