<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

સામખીયારી પોલીસે પવનચક્કીમા ચોરી કરતી ગેંગ ઝડપી 7 લાખના મુદામાલ સાથે 10 આરોપીઓને ઝડપી લેવાયા : જુઓ વિડીયો

ભચાઉ પંથકના આરોપીઓ પાસેથી પવનચક્કીમાં ચોરીના સાધનો અને મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરાઈ

( વિનોદ ગાલા દ્વારા ) ભુજ :  કચ્છ ના પ્રવેશદ્વાર સામખીયારી વિસ્તારમાં પોલીસે પવનચક્કીમાં ચોરી કરતી ગેંગ ઝડપી ચોરીનો ભેદ ઉકેલી ૭ લાખના મુદ્દામાલ સાથે ૧૦ આરોપીઓ ઝડપી પાડ્યા છે. વી.કે.ગઢવી (પોલીસ ઈન્સ્પેકટર)  સામખીયારી પોલીસ સ્ટેશન અને ટીમે પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૧૨૫૦૨૩૭/૨૦૨૫ બી.એન. એસ.કલમ.૩૦૩(૨).૩૦૭.૬૧ (૨).૩(૫) મુજબના નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે ૧૦ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલ આરોપીઓ (૧) અકબર ગુલામશા શેખ ( ઉ.વ.૨૨) ( ૨હે શેખવાસ શિકારપુર તા-ભચાઉ) (૨) સુલતાન ગુલમામદ સમા ( ઉ.વ.૨૨) ધંધો. મજુરીકામ( રહે.કોલીવાસ શિકારપુર તા. ભચાઉ)  (૩) સબીર કેશર નારેજા (ઉ.વ.૩૨)( ૨હે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ)  (૪) સિંકદર ઉમર ભટી( ઉ.વ.૪૦ )( ૨હે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ) (૫) અલી અકસર ઉમર ભટી (ઉ.વ.૨૪ ) (૨હે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ) (૬) જીવા ઉમર ભટી ( ઉ.વ.૨૧) ( ૨હે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ) (૭) નિકુલ અમરશી કોલી( ઉ.વ.૨૦) ( રહે ખારોઈ તા-ભચાઉ) (૮) અયુબ અબ્દુલ ચાવડા ( ઉ.વ.૧૯) ( રહે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ ) (૯) વિનેશ ઉર્ફે વિનોદ ઘીંગાભાઈ કોલી (ઉ.વ.૨૩ )(૨હે કોલીયાસરી તા-ભચાઉ ) (૧૦) રમેશ પરબતભાઈ કોલી (ઉ.વ.૨૩)( રહે મુળ મહેશનગર કોલીવાસ મુંન્દ્રા હાલે ભવાનીપુર ભચાઉ તા-ભચાઉ) 
પકડાયેલ મુદ્દામાલ: (૧) ૩\૭૦ SQMM ૨૪૦ મીટર જેની કિ.રૂ.૧.૦૦.૩૨૦/-, (૨) કંટ્રોલ કેબલ ૦૫ નંગ ૧૦૦ મીટર જેની કિ.રૂ.૪૧.૮૦૦/-, (૩) બસબાર જેની કિ.રૂ.૩૫.000/-, (૪) SQMM ૦૨ નંગ ૯૦ મીટર જેની કિ.રૂ.૩૭.૬૨૦/-(૫) લાકડાના હાથ વાળુ ઘારીયુ જેની કિ.રૂ.00/00, (૬) બે લોખંડના વાયર કાપવાના કટ૨ જેમાં એક વાદળી કલ૨ના હાથા વાળુ તથા એક પીળા કલરના હાથા વાળુ છે જેની કિ.રૂ.00/00, (૭) બે લોખંડ ની વાયર કાપવાની તણી જે બન્ને પીળા હાથા વાળી એક બ્લુ તથા એક લાલ કલરની છે કિમત .३.००/००, (૮) એક લોખંડનો છરો જેની કિ.રૂ.00/00, (૯) પાંચ અલગ-અલગ સાઈઝ ના પાના જેની કિ.રૂ.00/00, (૧૦) બે છરી સ્ટીલ ના ફળા વાળી જેની કિ.રૂ.00/00, (૧૧) એક લાકડાના હાથા માં ફીટ કરેલ કુહાડી જેની કિ.રૂ. 00/00 (૧૨) એક સફેદ કલરનુ પીકઅપ જીપ જેના રજી નં-જીજે.૩૯.ટીએ.૦૯૫૬ જેની કિ.રૂ. ૫.૦૦,૦૦૦/- એમ કુલે કિ.રૂ. ૭.૧૪.૭૪૦નો મુદામાલ કબ્જે કર્યો છે 

 . આ કામગીરી પોલીસ ઇન્સપેકટર વી.કે.ગઢવી તથા સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા ક૨વામાં આવી હતી. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)

(9:07 PM IST)