તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
ભુજની પાલારા જેલમાંથી ફરી બિનવારસુ મોબાઈલ ફોન મળ્યો : સર્ચ ઓપરેશન દરમિયાન પાણીની ટાંકી પાસેથી સીમ કાર્ડ વગરનો ફોન જપ્ત
પશ્ચિમ કચ્છ પોલીસ અને જેલ સ્ટાફના સંયુક્ત ઓપરેશનમાં સફળતા : અગાઉ પણ આવા કિસ્સા બન્યા છે, પરંતુ મોટાભાગના કેસોમાં ફોનનો ઉપયોગ કરનારની ઓળખ સ્થાપિત કરવામાં નિષ્ફળતા!

(વિનોદ ગાલા દ્વારા) ભુજ: ભુજની પાલારા જેલમાંથી ફરી એકવાર બિનવારસુ મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જેલ સ્ટાફ સાથે મળીને હાથ ધરાયેલા એક સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સર્કલ નંબર ૧ પાસે આવેલી એક ઓરડીની છત ઉપર પાણીની ટાંકી પાસેથી આ સીમ કાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ તપાસ અભિયાનમાં પોલીસ દળ સાથે જેલનો સ્ટાફ પણ સક્રિય રીતે જોડાયો હતો.
ઉલ્લેખનીય છે કે, પાલારા જેલમાંથી અગાઉ પણ અનેક વખત મોબાઈલ ફોન મળી ચૂક્યા છે. જોકે, એકલદોકલ કિસ્સાઓને બાદ કરતાં મોટાભાગના કિસ્સાઓમાં આ મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર કે તેના મૂળ માલિકનો પત્તો શોધવામાં પોલીસ અને જેલ તંત્રને નિષ્ફળતા મળી છે. આથી, જેલમાં મોબાઈલ ફોન પહોંચાડનાર અને તેનો ઉપયોગ કરનાર તત્વોને શોધી કાઢવા માટે વધુ સઘન તપાસ અને કડક કાર્યવાહીની જરૂરિયાત ઊભી થઈ છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
