તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
કચ્છના સામખીયારી પાસેથી પોલીસે પવનચક્કીમાં ચોરી કરતી ગેંગ ઝડપી : જુઓ વિડીયો
રૂ. ૭.૧૪ લાખના મુદ્દામાલ સાથે ૧૦ આરોપીઓને ઝડપી કાયદેસ૨ની કાર્યવાહીઃ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી લીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૬: કચ્છના પ્રવેશદ્વાર સામખીયારી વિસ્તારમાં પોલીસે પવનચક્કીમાં ચોરી કરતી ગેંગ ઝડપી ચોરીનો ભેદ ઉકેલી ૭ લાખના મુદ્દામાલ સાથે ૧૦ આરોપીઓ ઝડપી પાડ્યા છે. વી.કે.ગઢવી (પોલીસ ઈન્સ્પેકટર) સામખીયારી પોલીસ સ્ટેશન અને ટીમે પોલીસ સ્ટેશન નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે ૧૦ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપીઓ (૧) અકબર ગુલામશા શેખ ઉ.વ.૨૨ ૨હે શેખવાસ શિકારપુર તા-ભચાઉ, (૨) સુલતાન ગુલમામદ સમા ઉ.વ.૨૨ ધંધો. મજુરીકામ રહે.કોલીવાસ શિકારપુર તા. ભચાઉ, (૩) સબીર કેશર નારેજા ઉ.વ.૩૨ ૨હે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ, (૪) સિંકદર ઉમર ભટી ઉ.વ.૪૦ ૨હે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ, (૫) અલી અકસર ઉમર ભટી ઉ.વ.૨૪ ૨હે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ, (૬) જીવા ઉમર ભટી ઉ.વ.૨૧ ૨હે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ, (૭) નિકુલ અમરશી કોલી ઉ.વ.૨૦ રહે ખારોઈ તા-ભચાઉ, (૮) અયુબ અબ્દુલ ચાવડા ઉ.વ.૧૯ રહે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ, (૯) વિનેશ ઉર્ફે વિનોદ ઘીંગાભાઈ કોલી ઉ.વ.૨૩ ૨હે કોલીયાસરી તા-ભચાઉ, (૧૦) રમેશ પરબતભાઈ કોલી ઉ.વ.૨૩ રહે મુળ મહેશનગર કોલીવાસ મુંન્દ્રા હાલે ભવાનીપુર ભચાઉ તા-ભચાઉ
પકડાયેલ મુદ્દામાલઃ (૧) ૩/૭૦ લ્મ્પ્પ્ ૨૪૦ મીટર જેની કિ.રૂ.૧.૦૦.૩૨૦/-, (૨) કંટ્રોલ કેબલ ૦૫ નંગ ૧૦૦ મીટર જેની કિ.રૂ.૪૧.૮૦૦/-, (૩) બસબાર જેની કિ.રૂ.૩૫.૦૦૦/-, (૪) લ્મ્પ્પ્ ૦૨ નંગ ૯૦ મીટર જેની કિ.રૂ.૩૭.૬૨૦/- (૫) લાકડાના હાથ વાળુ ઘારીયુ જેની કિ.રૂ.૦૦/૦૦, (૬) બે લોખંડના વાયર કાપવાના કટ૨ જેમાં એક વાદળી કલ૨ના હાથા વાળુ તથા એક પીળા કલરના હાથા વાળુ છે જેની કિ.રૂ.૦૦/૦૦, (૭) બે લોખંડની વાયર કાપવાની તણી જે બન્ને પીળા હાથા વાળી એક બ્લુ તથા એક લાલ કલરની છે કિમત રૂ.૦૦/૦૦, (૮) એક લોખંડનો છરો જેની કિ.રૂ.૦૦/૦૦, (૯) પાંચ અલગ-અલગ સાઈઝ ના પાના જેની કિ.રૂ.૦૦/૦૦, (૧૦) બે છરી સ્ટીલના ફળા વાળી જેની કિ.રૂ.૦૦/૦૦, (૧૧) એક લાકડાના હાથામાં ફીટ કરેલ કુહાડી જેની કિ.રૂ. ૦૦/૦૦ (૧૨) એક સફેદ કલરનુ પીકઅપ જીપ જેના રજી નં-જીજે.૩૯.ટીએ.૦૯૫૬ જેની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- એમ કુલે કિ.રૂ. ૭.૧૪.૭૪૦/- આ કામગીરી પોલીસ ઇન્સપેકટર વી.કે. ગઢવી તથા સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા ક૨વામાં આવી હતી. (તસ્વીરઃ મુકેશ રાજગોર, રાપર)(૬.પ)
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
