તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
મામલતદાર કચેરી સ્ટાફને ખનીજ ચોરીની ફરજમાં રૂકાવટ કરવા બદલ ત્રણ સામે ઉપલેટા પોલીસમાં રાવ

ઉપલેટા તા.૧૬: મામલતદાર એન.એચ. મહેતાની સૂચનાથી નાયબ મામલતદાર જે. એન. કરંગીયા, ડ્રાઈવર ભગીરથસિંહ વાળા સરકારી ગાડી નંબર જી.જે. ૦૩ જી.એ. ૫૩૮૪ નંબરના વાહનમાં તપાસ અર્થે ગયેલ હતા જ્યાં રોયલ્ટી વગરની રેતી ભરેલા ટ્રક નંબર ડી.ડી. ૦૧ સી. ૯૫૨૪ તેમજ ડી.ડી. ૦૧ સી. ૯૬૭૮ મળી આવતા આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોરબંદર રોડ પર યાદવ હોટલની બાજુમાં આવેલ રેતી ચારવાના ચારણા પાસે બે ડમ્પરની અંદર રોયલ્ટી વગરની રેતી ભરેલી મળી આવેલ હતી. જે મુદ્દામાલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉપલેટા મામલતદાર કચેરીએ લઈ જવાનું કહેતા તેમને વાહનો લઈ જવાની ના પાડી અને ધમકાવી ફરજ રૂકાવટ કરી ધાક ધમકીઓ આપેલ.
આ બાબતને લઈને નગાભાઈ જેસાભાઇ વાંદા, દિવ્યેશભાઈ હરદાસભાઇ તેમજ પ્રકાશભાઈ મેરામભાઇ વાઘેલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નાયબ મામલતદાર દ્વારા નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ ઉપલેટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
