<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

વાંકાનેરમાં પરશુરામધામ માટે ૧૦ લાખની ગ્રાન્‍ટ ફાળવતા કેશરીદેવસિંહ ઝાલા

બગીચામાં રાજયસભાના સાંસદના હસ્‍તે વૃક્ષારોપણ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૬: રાજકોટ રોડ પર બ્રહ્મસમાજ સોસાયટીમાં બ્રાહ્મણોના આરાધ્‍ય દેવ ભગવાન પરશુરામ ધામનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. વાંકાનેર રાજવી અને રાજયસભાનાં કેશરીદેવસિંહ સાંસદ ઝાલાએ પરશુરામધામની મુલાકાત લીધી હતી અને દર્શન કરી દાદાના સાનિધ્‍યમાં બગીચાના શ્રીગણેશ કરાવી વળક્ષારોપણ કર્યું હતું અને આ સાથે ભૂદેવોની ઉપસ્‍થિતિમાં મંદિર નિર્માણ માટે ૧૦ લાખ રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવવામાં આવી હતી. આ પ્રસંગે ગાયત્રી શક્‍તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ, પુષ્‍કરભાઈ ત્રિવેદી, મહેન્‍દ્રભાઈ આચાર્ય, અમરશીભાઈ મઢવી, અમિતભાઈ મઢવી, ભરતભાઈ ઠાકર . મલેશભાઈ રાવલ, મયુરભાઈ ઠાકર, પ્રશાંતભાઈ ઉપાધ્‍યાય, મહામંત્રી દિપકસિંહ ઝાલા, અમિતભાઈ શાહ સહિત મહિલા અગ્રણીઓ તથા બ્રહ્મસમાજના આગેવાનો જોડાયા હતા. સફળ બનાવવા મોરબી જિલ્લા સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા, વાંકાનેર સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ જયેશભાઈ ઓઝા, રાજુભાઈ રાવલ, બાબુભાઈ રાજગોર, પ્રવીણભાઈ રાજગોર, મોહનભાઈ રાજગોર, દુષ્‍યંત ઠાકર સહિતના બ્રહ્મઅગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

ગોંડલનાં હડમતાળામાં લમ્‍પી વાયરસે ત્રણ પશુનો ભોગ લીધો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૬: તાલુકાના હડમતાળા ગામે  પશુઓમાં દેખાતો લમ્‍પી નામનો વાયરસ આવતા  ત્રણ પશુઓ ના મળત્‍યુ થયાં હતા.આ રોગ ફરી પશુઓ માં દેખાતા પશુ પાલકો માં ફફળાટ મચી જવા પામ્‍યો હતો. ગોંડલ તાલુકાના વેટનરી ઓફિસર ડો.જગદીશ ચૌધરી ને જાણ કરાતા તેમની ટીમ સાથે હડમતાળા દોડ  આવી  ૪૦૦જેટલાં પશુઓને લમ્‍પી વાયરસનું રસીકરણ મુકવામાં આવ્‍યું હતું આ કામગીરીમાં ડો.જગદીશ ચૌધરી, ડો. આર.બી.વાઘેલા, અને પશુધાન નિરીક્ષક, ડો.મનીષભાઈ પાદરિયા, ડો. વાહીદ નગરી, ડો. અક્ષય કરડ, ડો. વૈભવ સિદપરા, ડો. હિરેન પાદરીયા, ડો. ફિરોજ ડેલા દ્વારા કામગીરી કરવામાં આવી હતી

(11:54 AM IST)