તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
લગ્નની લાલચ આપી જૂનાગઢની મહિલા પર રાજકોટના શખ્સે દુષ્કર્મ આચર્યુ
હોટેલમાં લઈ જઈને વીડિયો ઉતારી પતિને મોકલી છૂટાછેડા કરાવી લીધા :ગીર સોમનાથના પૂર્વ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનો જન્મદિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા.૧૬: ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ અને હાલ રાજ્ય સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના યશસ્વી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાનો આજે ૧૬ જુલાઈએ જન્મદિવસ છે. તરવરાટ સાથે ફરજ ને સંપૂર્ણ સમર્પિત એવા તેમનો જન્મદિવસ તારીખ ૧૬- ૭- ૬૮ ના રોજ ધ્રોલ ખાતે થયેલ છે. ૧૯૯૬ ની બેચના તેઓ અધિકારી છે બીએસસી કેમેસ્ટ્રી અભ્યાસ કરેલ છે. વડોદરા જિલ્લાના પુરવઠા અધિકારી, નખત્રાણા કચ્છ અને જુનાગઢના પ્રાંત અધિકારી, ભાવનગર જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક, લાઈવ હુડ કંપની મેનેજિંગ ડિરેક્ટર, રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ રૂડા ના મુખ્ય અધિકારી, મોરબી જિલ્લાના વિકાસ અધિકારી, અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સર્વત્ર યશસ્વી અને પ્રશંસનીય સાથે ઐતિહાસિક રેકોર્ડ બ્રેક રૂપે કામગીરીઓ બજાવી. તેમના જન્મદિન નિમિત્તે ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ મો. ૯૯૭૯૦ ૭૪૭૪૭ ઉપર થઈ રહ્યો છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
