તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
જૂનાગઢ ઝાંઝરડા ચોકડી ખાતે ભક્તિધામમાં રઘુવંશી બહેનો દ્વારા નાગપંચમીની ઉજવણી
છેલ્લા ૫ વર્ષની જેમ આ વખતે પણ અનિલાબેન ખખર બથિયા દ્વારા નાગદેવતાનું સ્થાપન કરી પૂજન વ્યવસ્થા તેમજ આવનાર દરેક ભાવિકોને ફરાળી નાસ્તો અપાયો : રઘુવંશી બહેનો ઉમટી પડતા જાણે મેળો ભરાયો હોય તેવા દૃશ્યો જલારામ ભક્તિધામ જલારામ મંદિર ખાતે જોવા મળ્યાઃ ભક્તિધામના ટ્રસ્ટી ડો. પી. બી. ઉનડકટ

જુનાગઢ તા.૧૬ :.. જૂનાગઢ ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ ભક્તિધામ ખાતે રઘુવંશી બહેનો દ્વારા કાલે તા.૧૫ ને મંગળવારે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી તેમ ભક્તિધામના ટ્રસ્ટી પ્રો. પી. બી. ઉનડકટે જણાવ્યું હતું.
નાગપંચમી ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં રઘુવંશી બહેનો ઉમટી પડતા જાણે મેળો ભરાયો હોય તેવા દૃશ્યો જલારામ ભક્તિધામ જલારામ મંદિર ખાતે જોવા મળ્યા હતા. ખૂબ ધામ ધૂમથી રંગે ચંગે લોહાણા નાગ પંચમીની ઉજવણી રઘુવંશી બહેનો દ્વારા કરવામાં આવી હતી. લોહાણા સમાજના આ તહેવાર માટે સૌ જ્ઞાતિ બહેનો એકજ સ્થળે એકત્રીત થયા હતા અને નાગ દેવતાની પૂજન , અર્ચન, આરતી, વાર્તા સાંભળી નાગ દાદાને સર્વેના કલ્યાણની પ્રાર્થના કરી હતી.આ તહેવારમાં છેલ્લા ૫ વર્ષથી અનિલાબેન ખખર બથિયા દ્વારા નાગદેવતાનું સ્થાપન કરી પૂજન વ્યવસ્થા કરવામાં આવે છે, તેમજ આવનાર દરેકને તેઓ તરફથી ફરાળી નાસ્તો પીરસાય છે. સૌની સુખાકારી માટે તેઓ પ્રાર્થના કરી દર વર્ષની ઉજવણી માટે પ્રાર્થના કરી છે.
પૂ. જલારામબાપા મંદિર ભકિતધામ ખાતે પ્રો. પી. બી. ઉનડકટના સહકારથી નાગ પંચમીની ઉજવણી થઇ હતી. જેમાં રપ૦ થી વધુ ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો.
અનિલાબેન ખખર બથિયાનું આ વખતે પણ સુંદર આયોજન હતું. (પ-૬)
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
