તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
ધોરાજી-જામકંડોરણા-કાલાવડ રોડ ઉપર ભાદર નદી પર વેગડી ગામ નજીક
મેજર બ્રિજનું વિઝયુઅલ ઇન્સપેકશન બ્રિજમાં નુકશાન ભારે વાહનો માટે પ્રતિબંધ જાહેર કર્યો : ૧૯૫૭માં બનેલો ધોરાજી જામનગર સ્ટેટ હાઇવે નો ભાદરનો પુલ હવે જર્જરીત : ધોરાજી-પેઢલા-કેરાળી-ભાદરા-દુધીવદર-જામકંડોરણા રોડ ૩૪ કિ.મી. ઉપર તથા ધોરાજી-સુપેડી-જામટીંબડી-ખજુરડા-જામકંડોરણા રોડ (૪૧ કિ.મી.) ઉપર ટ્રાફિક ડાયવર્ટ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ તા. ૧૬,ધોરાજી-જામકંડોરણા-કાલાવડ રોડ ઉપર ભાદર નદી પર વેગડી ગામ નજીક આવેલ મેજર બ્રિજનું વિઝયુઅલ ઇન્સપેકશન કરતા બ્રિજમાં નુકશાન જોવા મળેતા તાત્કાલિક અસરથી જિલ્લા કલેકટર એ જાહેરનામુ બહાર પાડી ભારે વાહનો માટે ઙ્કતિબંધ જાહેર કર્યોછે.
અચાનક જ ગુજરાત ભરમાં જુના પુલ ઉપર ચેકિંગ શરૂ થઈ ગયું છે જેના ભાગરૂપે ધોરાજી જામનગર સ્ટેટ હાઇવે ઉપર આવેલ વેગડી ગામ પાસે ભાદર બે ડેમ નદી ઉપર આવેલ સ્ટેટ હાઇવે નો પુલ ૧૯૫૭ માં બનેલો હતો ત્યારથી આજ સુધી ભગવાન ભરોસે વાહન વ્યવહાર ચાલતો હતો પરંતુ તંત્રની જવાબદારી ફિટ થતા તાત્કાલિક અધિકારીઓ ચેકિંગ અર્થે દોડી આવ્યા હતા અને ગઈકાલે પુલ અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું. આ બાબતે લોકોમાં ભારે રોષ છવાઈ ગયો હતો અંતે તાત્કાલિક અસરથી રોડ ષણૂણુ ના માધ્યમથી જે ઙ્કકારે માટી મૂકી દેવામાં આવી હતી તેને ખસેડીને રોડ ફરી ચાલુ કરવામાં આવ્યો હતો.
પરંતુ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું ઙ્કસિદ્ધ કરીને ભારે વાહનો માટે ઙ્કતિબંધ જાહેર કર્યો છે
અધિક જિલ્લા કલેકટર એ.કે ગૌતમ એ જાહેરનામું ભાર પાડતા જણાવેલ કે
વેગડી ગામ નજીક મેજર બ્રિજ જે માર્ગ અને મકાન વિભાગ(રાજય), રાજકોટ દ્રારા બનાવવામાં આવેલ છે. સદર બ્રિજનું વિઝયુઅલ ઇન્સપેકશન કરતા બ્રિજમાં નુકશાન જોવા મળેલ છે અને જુના બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. ઉપરોકત હકિકત ધ્યાને લઈ જન સલામતીની તાત્કાલિક જરૂરીયાતને સુનિશ્વિત કરવા માટે સદર બ્રિજ ઉપર ભારે/ઓવરલોડેડ વાહનોની અવર-જવર પર ફરજીયાત ઙ્કતિબંધિત કરવા તેમજ વૈકલ્પિક રસ્તા તરીકે (૧) ધોરાજી-પેઢલા-કેરાળી-ભાદરા-દુધીવદર-જામકંડોરણા રોડ (૩૪ કિ.મી.) અને (૨) ધોરાજી-સુપેડી-જામટીંબડી-ખજુરડા-જામકંડોરણા રોડ (૪૧ કિ.મી.) ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવા જાહેરનામુ પ્રસિધ્ધ કરવા બાબતે દરખાસ્ત રજૂ થયેલ છે.
(ધોરાજી-જામકંડોરણા-કાલાવડ) પર વેગડી ગામ નજીક મેજર બ્રિજ ઉપર ભારે અવર-જવર પર પ્રતિબંધ મુકવા તેમજ આ બ્રિજ ઉપરનો ટ્રાફિક (૧) ધોરાજી-પેઢલા-કેરાળી-ભાદરા-દુધીવદર-જામકંડોરણા રોડ (૩૪ કિ.મી.) અને (૨) ધોરાજી-સુપેડી-જામટીંબડી-ખજુરડા-જામકંડોરણા રોડ (૪૧ કિ.મી.) ઉપર ડાયવર્ટ કરવાનો છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
