<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

દ્વારકાના આગેવાનોની ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિતના સાથે મુલાકાત

 

 મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૮૨ કલ્‍યાણપુર-દ્વારકા વિધાનસભાના વિકાસલક્ષી કાર્યો અને પ્રજાના મૂળભૂત પ્રશ્‍નોના નિરાકરણ માટે કેબિનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, ૮૨-વિધાનસભાના આગેવાન શ્રી સહદેવસિંહ પબુભા માણેક, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી યુવરાજસિંહ વાઢેર અને જિલ્લા ભાજપ મંત્રી  ધારણાતભાઈ ચાવડાએ મુખ્‍યમંત્રી સાથે એક મહત્‍વપૂર્ણ મુલાકાત યોજી હતી. આ મુલાકાત માં વિધાનસભા ક્ષેત્રના વિવિધ પ્રશ્‍નોની વિસ્‍તળત ચર્ચા કરવામાં આવી અને તેના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત, વિધાનસભાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે અન્‍ય વિભાગીય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરવામાં આવી. આમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, નાણાં અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગળહ મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તથા આરોગ્‍ય મંત્રી  ઋષિકેશભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ બેઠકોમાં વિવિધ વિભાગો સાથે સંકળાયેલા પ્રશ્‍નોની રજૂઆત કરવામાં આવી અને આગામી સમયમાં આ પ્રશ્‍નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે ચર્ચા કરવામાં આવી. આ મુલાકાતો દ્વારા ૮૨ કલ્‍યાણપુર-દ્વારકા વિધાનસભાના પ્રજાજનોના પ્રશ્‍ નોને પ્રાથમિકતા આપીને વિકાસની દિશામાં નોંધપાત્ર પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરવામાં આવી છે. આગેવાનો દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતથી ક્ષેત્રના વિકાસને નવું બળ મળશે અને પ્રજાની સમસ્‍યાઓનું ઝડપથી નિરાકરણ આવશે એવી આશા વ્‍યક્‍ત કરવામાં આવે છે.(તસ્‍વીર-અહેવાલઃ દિવ્‍યેશ જટણીયા મીઠાપુર)

(11:39 AM IST)