તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા વિવિધ પુલોનું નિરીક્ષણ
કેબલ સ્ટેઈડ બ્રિજ, ગોદાવરી બ્રિજ, ઘેલો બ્રિજ, કાળુભાર બ્રિજની સ્થળ મુલાકાત કરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૬: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા તાત્કાલિક ધોરણે પુલોની સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પુલોનું નિરીક્ષણ અને જરૂરી જણાય તો સમારકામ કરવામાં આવી રહ્યું છે.
જે અન્વયે ભાવનગર જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ એ કેબલ સ્ટેઈડ બ્રિજ ગોદાવરી બ્રિજ, ઘેલો બ્રિજ, કાળુભાર બ્રિજની ટેકનિકલ ટીમ સાથે મુલાકાત લીધી હતી અને કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરશ્રીએ પુલની રચના, ફાઉન્ડેશન, બીમ, પિલર અને રોડ સરફેસની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત સમયે માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગના ઈન્ચાર્જ કાર્યપાલક ઇજનેર દિલીપભાઇ મેર સહિત સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
