<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

જેતપુરમાં હિન્‍દુ યુવતીનું અપહરણ કરી વિધર્મી યુવાને બળજબરીથી લગ્ન કર્યાના ગુન્‍હામાં બે પકડાયા : પાંચની શોધ

હૈદ્રાબાદમાં લગ્ન કરી જેતપુર આવ્‍યા બાદ ગોંધી રાખી મુસ્‍લીમ ધર્મનું પાલન કરવા રિઝવાન અને તેના પરિવારજનો દબાણ કરતા'તા : થાકેલી યુવતીએ પરિવારજનોને જાણ કરતા મુકત કરાવી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧પઃ જેતપુરની હિન્‍દુ યુવતીનું વિધર્મી યુવાને અપહરણ કરી હૈદ્રાબાદમાં બળજબરીથી લગ્ન કરાવ્‍યા ના બનાવમાં ૭ શખ્‍સો સામે પોલીસમાં ફરીયાદ થયા બાદ જેતપુર પોલીસે બે શખ્‍સોને ઝડપી લઇ પાંચ શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.   શહેરમાં રહેતી એક હિન્‍દુ યુવતીના ઘરે કાકાના દીકરા સાથે શહેરના ગોંડલ દરવાજા, મદીના મસ્‍જીદ પાસે રહેતો રીઝવાન ઉર્ફે રિઝઝૂ સલીમભાઈ ખેડારા ઘરે આવતો યુવતીને બેન કહીને બોલાવતો હતો. ત્‍યારબાદ કોઈ રીતે તેણીના મોબાઈલ નંબર મેળવી શરૂઆતમાં હાય હેલ્લોના મેસેજ કરી પછી વોઇસ મેસેજ કરવા લાગ્‍યો. અને લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ નહિ માન તો તારા પરીવારને અહીં રહેવા નહિ દઉં તેવી ધમકી મારવા લાગેલ. તેવામાં ત્રણ મહિના પૂર્વે ૧૨ માર્ચના સાંજના યુવતીને તેના ઘરે હતી ત્‍યારે રીઝવાને કોલ કરતા યુવતીએ સ્‍પીકર પર કોલ રાખી તું મુસ્‍લિમ હોય એટલે મારે લગ્ન નથી કરવા તેમ કહી કોલ કટ કરી નાંખેલ. ત્‍યાં થોડીવારમાં રીઝવાન તેમના બે મિત્રો રહીમ ઉર્ફે બાબુ તરખેશા અને સમીર ઉર્ફે ભૂરો કુરેશી એમ ત્રણેય કારમાં આવી યુવતીને પરીવાર સાથે ગાળાગાળી કરી બળજબરી પૂર્વક ઉપાડી  જતાં જતાં પોલીસ ફરીયાદ કરશો તો તમારી દીકરીને મારી નાખીશ તેવી ધમકી મારી અપહરણ કરી લઈ ગયેલ.

 ત્‍યારબાદ તેણીનું અપહરણ કરી મોરબી લઈ ગયેલ ત્‍યાંથી ચોટીલા લઈ ગયેલ ત્‍યાં રહીમ તરખેશા અને સમીર કુરેશીએ રેનીશ અને ઇકબાલભાઈ હેરંજા નામના શખ્‍સોને મેળવેલ જેઓએ રીઝવાનને કહેલ કે તમારા બંનેનું બધું ગોઠવાય ગયું છે. જે સાંભળી આ યુવતીએ મારે ઘરે જવું છે તેવું જણાવતાં રહીમ અને સમીરે ધમકી આપેલ કે હવે ઘરનું નામ લીધું તો તારા પરીવારને મારી નાંખશું. તેમ કહી યુવતીને ડરાવી ધમકાવી રાજકોટ લાવી ત્‍યાંથી રીઝવાન હૈદરાબાદથી સાંઠેક કિમી દૂર સાધનગર લઈ ગયેલ ત્‍યાં સ્‍થાનિક લોકોએ એક ફ્‌લેટ ભાડે રાખવી દીધેલ ત્‍યાં બાર દિવસ રહ્યા બાદ તે હિન્‍દુ યુવતીને હૈદરાબાદ લાવવામાં આવેલ જ્‍યાં રીઝવાનના મોબાઈલમાં યુવતીનું આધારકાર્ડ હતું તે અને રીઝવાન બંનેના આધારકાર્ડમાં ત્‍યાંની એક સ્‍થાનિક મુસ્‍લિમ મહિલા વકીલ શયદાએ રીઝવાનનું આધારકાર્ડ તેલંગાણાની ભાષામાં અને હિંદુ યુવતીનું અંગ્રેજી ભાષામાં કરાવી આપેલ. અને ત્‍યાં ગચી બોવલી કે જે મુસ્‍લિમ વિસ્‍તાર છે ત્‍યાં એક રૂમ ભાડે રાખી ત્‍યાં આઠ દિવસ જેટલો સમય રહ્યા હતાં. અને ત્‍યાંથી વકીલની ઓફિસે રીઝવાન લઈ ગયેલ ત્‍યાં લગ્ન રજીસ્‍ટર માટે ફોર્મમાં યુવતીએ સહી કરવાની આનાકાની કરતા રીઝવાન દબાણ કરી સહી કરાવેલ. ત્‍યારબાદ તેણીને રીઝવાન જેતપુર તેના ઘરે લઈ આવેલ અને એક રૂમમાં ગોંધી રાખેલ હતી. જ્‍યાં ઘરે રીઝવાનની બેન અજરા અને મોટો ભાઈ હસન આ બધા હિન્‍દુ યુવતીને મુસ્‍લિમ રીતરીવાઝ મુજબ રહેવાનું, નમાજ- કલમા પઢવાનું, બુરખો પહેરવાનું, દબાણ કરવા લાગેલ. અને ગયા મહિને ૬ જૂનના રોજ બળજબરીથી જેતપુરમાં નિકાહ કરાવેલ હતાં.  હિન્‍દુ યુવતી રીઝવાન તેમજ તેના પરીવારના ઘરમાં ગોંધી રાખવી મુસ્‍લિમ ધર્મના પાલનના દબાણથી હારી થાકી ગઈ હતી. તેવામાં તેના હાથમાં મોબાઈલ આવતા તેણીએ સોશ્‍યલ મીડિયા તોપચેટ એપથી તેણીએ માતાને મને જેતપુર રીઝવાનના ઘરે ગોંધી રાખેલ છે તમે અહીંથી લઈ જાવ તેમ કહેતા યુવતીને તેણીના પરીવારજનો રીઝવાન ઘરેથી લઈ આવ્‍યા હતાં. ઘરે આવતા જ યુવતી રીઝવાનના ચુંગાલમાંથી મુક્‍ત થતા માતા પિતા બેનને વળગી ખૂબ રડી અને તેની સાથે બનેલ તમામ બનાવથી વાકેફ કરી પોતાને રીઝવાન તેના બેન ભાઈ તેમજ મદદ કરનારાઓ સામે પોલીસ ફરીયાદ કરવી હોવાનું જણાવતાં યુવતીના પરીવારજનો વિહિપના આગેવાનોએ સાથે લઈ રીઝવાન તેની બેન આજરા, ભાઈ હશન મિત્રો રહીમ ઉર્ફે બાબુ, સમીર ઉર્ફે ભૂરો, રેનીશ અને ઇલબાલ હેરંજા સામે ફરીયાદ નોંધાવતા શહેર પોલીસે બીએનએસ ૬૪(૨) (એમ), ૮૭, ૩૫૧( ૩ ) અને ૫૪ હેઠળ ગુન્‍હો નોંધી મદદગારી કરનાર બે શખ્‍સોને ઝડપી લીધા હતા જયારે મુખ્‍ય આરોપી રીઝવાન સહિતનાની શોધખોળ હાથ ધરાઇ હોવાનું જેતપુર પી.આઇ. વી.એમ. ડોડીયાએ જણાવ્‍યું હતું.

(11:43 AM IST)