<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

ભાવનગરના પાવઠી ગામે ફોરવ્‍હીલમાં ગૂંગળાઇ જતા ભાઈ બહેનના મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૬: તળાજા તાલુકાના પાવઠી ગામે બે સગા ભાઇ બહેનના કારમાં ગુંગળાઇ જવાના કારણે મોત નિપજયા છે. પાવઠી ગામે બટુકભાઈ હમીરભાઈ ઝીંઝાળા ના મકાનમાં ભાડે રહેતા અને પીથલપુર ગામે રત્‍નકલાકાર તરીકે કામ કરતા દિપક જયસુખભાઈ સોઢાતર ની ધો.૧ મા અભ્‍યાસ કરતી દીકરી તન્‍વી ઉ.વ.૬ અને ગામની આંગણવાડી મા જતો દીકરો હિત ઉ.વ.૪ બંને ભાઈ બહેન ના મકાન માલિક ની ફોર વહીલ મા ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્‍યા હતા.

અરેરાટી ઉપજાવતા બનાવ અંગે હતભાગી પિતા એ જણાવ્‍યું હતુ કે દીકરી બપોરે સ્‍કૂલેથી આવ્‍યા બાદ બંને ભાઈ બહેન સાથે રમતાહતા. સાંજના છ એક વાગ્‍યાસુધી જોવા ન મળતા બંનેની શોધખોળ હાથ ધરતા ઘરના આંગણામાજ મકાન માલિક ની કાર મા બે ભાન હાલતે જોવામળ્‍યા હતા. બંનેને તળાજા સરકારી હોસ્‍પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના ડોક્‍ટર એ મળત્‍યુ પામેલ જાહેર કરતા પરિવારમા આક્રંદ ફેલાઈ ગયું હતું. બે દીકરી અને એક દીકરો મળી ત્રણ સંતાન હતા. દિપકભાઈ સોઢાતરના લગ્ન ઠળિયા ગામે અમળતભાઈ હરિભાઈ શિયાતરને ત્‍યાં થયા હતા.

બનાવના પગલે તળાજા તાલુકા પંચાયતના ભાજપ સભ્‍ય સંજયભાઈ કટારિયા સહિતના સ્‍નેહી અને સેવાભાવી લોકો હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યા હતા.

(11:57 AM IST)