<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

જસદણના દેવપરા ગામે જેરામ સદાદીયાને પતાવી દેનાર ભાવેશ કુકડીયા પકડાયો

મૃતક જેરામે પત્‍ની સાથે સંબંધ નહિ રાખવાનું કહેતા ભાવેશે છરી ઝીંકી ઢીમ ઢાળી દીધુ'તું : ગોંડલના પાટખીલોરીથી દબોચી લેવાયેલ

રાજકોટ, તા., ૧૬: જસદણના દેવપરા ગામે આડા સંબંધમાં યુવાનની છરી ઝીંકી હત્‍યા કરનાર આરોપીને જસદણ પોલીસે દબોચી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ દેવપરા ગામે રહેતા જેરામ વલ્લભભાઇ સદાદીયા તેની વાડીએ સુતો હતો. ત્‍યારે ભાવેશ ધીરૂભાઇ કુકડીયા રે. મફતીયાપરા નવ હથ્‍થાપીરની દરગાહ પાસે જસદણએ આવી છરી ઝીંકી દઇ જેરામને મોતને ઘાટ ઉતારી નાસી છુટયો હતો. હત્‍યાનો ભોગ બનનાર જેરામની પત્‍ની સાથે આરોપી ભાવેશને આડો સંબંધ હોય પત્‍ની સાથે સ઼બંધ નહિ રાખવા મૃતક જેરામે કહેતા તેનો ખાર રાખી ભાવેશે છરી ઝીંકી પતાવી દીધો હતો.

આ બનાવ અંગે મૃતક જેરામના માતા હંસાબેને આરોપી ભાવેશ કુકડીયા સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

ઇન્‍ચાર્જ પીઆઇ એસ.આર.ગોહીલ તથા સ્‍ટાફે હત્‍યા કરી નાસી છુટેલ ભાવેશનું પગેરૂ દબાવી ગોંડલના પાટખીલોરી ગામેથી દબોચી લઇ ધરપકડ કરી હતી.

પકડાયેલ આરોપી ભાવેશ કુકડીયાને આજને રીમાન્‍ડ માટે કોર્ટમાં રજુ કરાશે તેમ પીઆઇ એસ.આર.ગોહીલે જણાવ્‍યું હતું. 

(1:43 PM IST)