તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
ચિતલ યશ બેંકના કર્મચારીની બેંકના ખાતેદાર સાથે ૭ લાખની છેતરપીંડી
સીસી ખાતામાં લોન જમા થયેલ તે જાણ બહાર એફડી કરી એફડી તોડી છેતરપીંડી કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૬: ચિતલમાં યશ બેંકમાં જસવંતગઢના રામજીભાઈ પરપોતમભાઈ સોરઠીયાના સીસી ખાતામાં ખાતા નં.૧૧૮૧૭૧૬૦૦૦૦૩૧૯૩ માં તા. ૨૪-૧-૨૩ ના રોજ રૂા.૭,૬૦,૦૦૦ ની સીસી લોન જમા થયેલ.રામજીભાઈના ખાતામાં રૂા.૭,૬૦,૦૦૦ જમા હોય.તે રકમ રામજીભાઈની જાણ બહાર બચત ખાતા નં.૧૧૮૧૯૨૦૦૦૦૦૫૯૧૮ માં રૂા.૭,૫૦,૦૦૦ ની એફડી કરી તે એફડી તોડી તે એફડીની રકમ થશ બેંક ચિતલ ખાતાના કોઈપણ કર્મચારીએ રામજીભાઈના સીસી ખાતામા જમા કરી તા. ૪-૩-૨૪ ના રોજ રામજીભાઈના સીસી ખાતામાંથી રૂા.૭ લાખ ઉપાડી તેમજ આ બાબતની જાણ રામજીભાઈને ન થાય તે માટે આરોપીએ રામજીભાઈના સીસી ખાતામાં અલગ અલગ તારીખોમાં વ્યાજ પેટેના રૂા.૯૩,૦૦૦ જમા કરી રામજીભાઈ સાથે યશ બેંકના કર્મચારીએ છેતરપીંડી કરી ગુનો કર્યાની તા. ૧૪-૭ ના અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ટ્રકમાંથી જાળી નીચે
પડતા પ્રૌઢને ઈજા
સાવરકુંડલા જેસર રોડ ખોડલ પાનની દુકાન પાસે અબ્દુલભાઈ ઈબ્રાહીમભાઈ સુમરા ઉ.વ.૪૦ ખોડલ પાનની દુકાન પાસે છત્રી રાખી એરટેલ કંપનીના સીમકાર્ડ વેચતા હતા.તે દરમ્યાન ટાટા કંપનીનો ટ્રક જી.જે.૨ ૩ એ.ટી.૯૪૦૪ ના ચાલકે ટ્રકમાં મીલર ભરી તેના ઉપર લોખંડની જાળી બાંધેલ હોય.જે ટ્રક પુરઝડપે અને બેફીકરાઈથી માનવ જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી ઝાડ સાથે ભટકાવતા ઉપર બાંધેલ જાળી નીચે પડતા અબ્દુલભાઈને નાક ઉપર વાગી જતા ફેકચર થયેલ.તેમજ જમણા પગના સાથળના ભાગે તથા જમણા હાથના કાંડા ઉપર નાની મોટી ઈજા પહોંચાડી ગુનો કર્યાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વીરપુરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
ધારી તાલુકાના વીરપુર ગામે હનુમાનપરા રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા હકા મામૈયાભાઈ કળોતરા, લાલજી વજાભાઈ કંડોળીયા, મનસુખ દુદાભાઈ મકવાણા,સુખા કાનાભાઈ પરમારને પો.કોન્સ.દિપકભાઈ પરમારે રેઈડ દરમ્યાન રોકડ રૂા.૩૫૪૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
ધારીના ફાચરીયા ગામે હુમલો
ધારી તાલુકાના ફાચરીયા ગામે કુબડા ગામના સેન્ટીંગ કામનો ધંધો કરતા પ્રવિણભાઈ સવજીભાઈ મહિડા ઉ.વ.૪૫ એ નરેશ જયસુખભાઈ ડોબરીયા રહે.ફાચરીયાવાળાના મકાનનું ચણતર તથા આર.સી.સી.નું કામ રાખેલ હોય.જે મકાનના ચણતર કામના રૂા.૧,૨૧,૦૦૦ બાકી હોય જે પ્રવિણભાઈ બાકી નીકળતા પૈસાની માંગણી કરવા સંજયભાઈ ભરતભાઈ પરમાર સાથે આરોપીના ઘરે જતા ઉશ્કેરાઈ ઙ્કવિણભાઈને પૈસા બાબતે અહીં આવવાની ના નથી પાડેલ.તેમ કહી ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા આરોપી વધુ ગુસ્સે થઈ બાજુમાં પડેલ સેન્ટીંગના લાકડાનો ટેકો લઈ પ્રવિણભાઈને જમણા હાથ ઉપર જોરથી મારી દીધેલ હોય.જેથી તે નીચે પડી જતા સંજયભાઈ તેને પકડવા જતા સંજયભાઈને પણ નરેશે સેન્ટીંગના લાકડાનો ટેકો લઈ મારવા દોડેલ.જેથી બંને જણા બી જતા ત્યાંથી જતા હતા.તે દરમ્યાન નરેશે ઙ્કવિણભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી સામાન સળગાવી નાખવા તથા બીજીવાર અહીં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધારી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સુખપુરમાં પ્રૌઢે ઝેરી દવા પીધી
બાબરા તાલુકાના સુખપુર ગામે રહેતા મોહનભાઈ ધરમશીભાઈ મકવાણાના પિતા ધરમશીભાઈ મકવાણા છેલ્લા ઘણા સમયથી બંને પગના સાંધાનો દુઃખાવો થતો હોય.જેની દવા લેતા છતા સારૂ થતું ન હોય.જેથી પોતે કંટાળી જઈ તા.૮-૭- ના રાત્રિના વાડીએ આવેલ રહેણાંક મકાને કોઈ હાજર ન હતું ત્યારે પોતે પોતાની મેળે વાડીએ પડેલ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડાયાનું બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.
નીલવડામાં પરીણીતાએ ફીનાઈલ પીધું
બાબરા તાલુકાના નીલવડા ગામે કિરણબેન મુકેશભાઈ ખાવડીયા ઉ.વ.૨૭ તેના આગલા ઘરની દિકરી ક્રિષ્ના સાથે ઘરકામ પ્રશ્ને બોલવાનું થતા ક્રિષ્ના રડવા લાગેલ હોય.જેથી કિરણબેનને લાગી આવતા તા. ૧૪-૭ ના સવારે ૮ વાગ્યે પોતે પોતાની મેળે ઘરમાં રૂમમાં પડેલ ફીનાઈલ પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ.
વાહન ચાલક સહિત ૫ નશો કરેલ ઝડપાયા
અમરેલી જીલ્લામાં પોલિસે જુદા જુદા સ્થળોએથી ૧ વાહન ચાલક સહિત ૫ શખ્સોને નશો કરી ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.જેમાં અમરેલી તાલુકા,જાફરાબાદ ટાઉન,નાગેશ્રી પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
